30 જૂન સુધીમાં વેક્સિનેશન થશે?:એસ.ટી સેન્ટ્રલ ડેપો પર 3 દિવસથી વેક્સિનેશન સેન્ટર બંધ, રાજ્યમાં 50 ટકા કર્મચારીઓને વેક્સિન લેવાની બાકી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટે - Divya Bhaskar
અમદાવાદ સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટે
  • એસ.ટી કર્મચારી મહામંડળના સેક્રેટરી મુજબ 50 ટકા કર્મચારીને વેક્સિન લેવાની બાકી
  • એસ.ટીના PRO કહે છે 65 ટકા કર્મચારીઓને વેક્સિન મળી ગઈ
  • રાજ્ય સરકારે તમામ એસ.ટી કર્મચારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લેવા આદેશ કર્યો છે

હવે સરકાર ત્રીજી વેવને લઈને એકશન પ્લાન તૈયાર કરી રહી છે.જેમાં તેઓ એ પહેલાં રાજ્યમાં સંપૂર્ણ પણે વેક્સિનેશન થાય તેની પર ભાર મુક્યો છે જેથી વેક્સિનેશન સેન્ટરો પુરજોશમાં ચાલી રહ્યા છે સાથે લોકોમાં સ્પોટ રજીસ્ટ્રેશનની મદદથી સરળતાથી વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે સરકાર તમામ જાહેર સ્થળો એ વેક્સિનેશન સેન્ટર શરૂ કર્યા છે જેમાં માત્ર ત્યાંના સ્ટાફ નહીં પરંતુ ત્યાં આવેલા લોકોને પણ વેક્સિન અપાઈ છે. જેમાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. એસ.ટી નિગમ પર પણ વેક્સિનેશન સેન્ટર ઉભું કરવામા આવેલું હતું. માત્ર 2 દિવસ માં જ ત્યાં વેક્સિન ખૂટી પડી.

એસ.ટી કર્મચારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લેવા સૂચના
એસ.ટી ના સ્ટાફ ના લોકોને જ વેક્સિન નથી મળી તો ત્યાં ડેપો પર આવેલા મુસાફરને વેક્સિન લેવી હોય તો તેને તો ક્યાંથી મળે. સાથે રાજ્યસરકાર ની ગાઈડલાઇન મુજબ એસ.ટી કર્મચારીઓને 30 જૂન સુધી વેક્સિનેશન માટેની સૂચના આપવામાં આવી છે. પરંતુ છેલ્લા 3 દિવસથી ત્યાં વેક્સિન ઉપલબ્ધ ન હોવાના કારણે લોકોને હવે વેક્સિન લેવા માટે હવાતીયા મારવા પડે છે.

PROનો દાવો, 5 દિવસમાં તમામને વેક્સિન અપાઈ જશે
આ વેક્સિનેશન મામલે એસ.ટી વિભાગના પી.આર.ઓ કે.ડી દેસાઈએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજ્યમાં વેક્સિનેશન પુરજોશથી ચાલી રહ્યું છે એસ.ટીના 65 ટકા કર્મચારીઓને વેક્સિન અપાઈ ચૂકી છે.અને હાલ અનેક ડેપો પર વેક્સિનેશન સેન્ટર કાર્યરત છે અને 5 દિવસ માં બાકીના કર્મચારીઓ ને વેક્સિન અપાઈ જશે.અમે તમામ કર્મચારીઓને વેક્સિન લેવા માટે સૂચના આપી છે.વેક્સિનની અછત હોય એ અમારા ધ્યાનમાં નથી પણ અમે વેક્સિનેશન સેન્ટરોનું આયોજન બધા શહેરોમાં કર્યું છે.

અમદાવાદ સેન્ટ્રેલ ડેપો પર 3 દિવસથી વેક્સિન બંધ
બીજી તરફ એસ.ટી કર્મચારી મહામંડળના સેકેટરી ધીરેન્દ્ર ભાઈ એ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમારી ઘણી રજુઆત બાદ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે અમુક શહેરોમાં વેક્સિનેશન કેમ્પ ચાલી રહ્યા છે.પરંતુ વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાથી વિલંબ થઈ રહ્યો છે અમદાવાદ સેન્ટ્રલ ડેપો પર 2 દિવસ વેક્સિનેશન ચાલુ હતું. જોકે વેક્સિનની અછત સર્જાતા તે 3 દિવસ થી બંધ છે. અમારા 50 ટકા કર્મચારીઓને વેક્સિન લેવાની બાકી છે અને 70 ટકા કર્મચારીઓને બીઝો ડોઝ લેવાનો બાકી છે અમારી રજુઆત છે કે જો વેક્સિનનો જથ્થો સમયસર આવી જાય તો અમારા કર્મચારીઓને વેક્સિન મળી જાય અને સરકારની ગાઈડલાઇન નું પાલન થાય.