• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Cleaning Dispute Escalates In Bopal AMC Refuses To Accept Demand, Cleaners Attempt Suicide By Drinking Phenyl, Three Shifted To Sola Civil

બોપલમાં સફાઈનો વિવાદ વકર્યો:AMCએ માગ નહીં સ્વીકારતાં સફાઈકામદારો દ્વારા ફિનાઇલ પીને આત્મવિલોપનનો પ્રયાસ, ત્રણને સોલા સિવિલમાં ખસેડાયા

અમદાવાદ21 દિવસ પહેલા

અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કમિટીએ જે-તે સમયે નગરપાલિકાના આપેલા રેકોર્ડ મુજબ 53 જેટલા સફાઈકામદારોને કોર્પોરેશનમાં રોજિંદા કર્મચારી તરીકે નિમણૂક આપતાં હવે વિવાદ થયો છે. બોપલ વિસ્તારમાં સફાઈ કામગીરી આજે શરૂ કરવામાં આવી હતી. કેટલાક સફાઈકામદારો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા સફાઈકામદારોની માગણી ન સંતોષવામાં આવતાં કેટલાક સફાઈકામદારોએ રોડ પર જ ફિનાઇલ પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્રણ સફાઈકામદારે ફિનાઇલ પી લેતાં સારવાર માટે તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કાયમી કરવાની માગને લઈ વિરોધ કર્યો હતો
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે બોપલ વિસ્તારમાં સફાઈ માટે જે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમાંથી કેટલાક કર્મચારીઓ હાજર થઈ જતા આજે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ શરૂ થઈ ગઈ છે. જોકે કેટલાક સફાઈ કર્મચારીઓ દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં અડચણરૂપ બની રહ્યા છે અને તંત્રને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બોપલ પોલીસ સ્ટેશનના PI પી.આર. જાડેજાએ જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓએ ફિનાઇલ પીધું હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાયમી કરવાની માગણીને લઈને આજે સફાઈકામદારોએ વિરોધ કર્યો હતો.

ત્રણ સફાઈકામદારને સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા.
ત્રણ સફાઈકામદારને સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા.

53 જેટલા કર્મચારીઓનું લિસ્ટ કોર્પોરેશનને અપાયું
મળતી માહિતી મુજબ, બોપલ અને ઘુમાં વિસ્તારમાં સફાઈ માટે જ્યારે નગરપાલિકામાંથી કોર્પોરેશનમાં ભળ્યું ત્યારે 53 જેટલા કર્મચારીઓનું લિસ્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યું હતું. આ 53 કર્મચારીને વિવાદ બાદ 2 સપ્ટેમ્બરના રોજ રોજિંદા કર્મચારીઓ તરીકે લેવાયા હતા. કેટલાક કર્મચારીઓને નોકરી પર લેવામાં ન આવ્યા હોવાને લઈને સફાઈકામદારોએ આજે વિરોધ કર્યો હતો. સફાઈકામદારોની માગણી સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. 25 જેટલાં મહિલા અને પુરુષ કામદારો બોપલ વિસ્તારમાં સફાઈ ચાલતી હતી ત્યારે પહોંચી ગયાં હતાં. મહિલાઓ અને પુરુષોએ માથે ફિનાઇલ નાખીને પી લીધું હતું. જોકે ઘટનાસ્થળે હાજર પોલીસે પણ તેમના હાથમાંથી ફિનાઇલ લઈ લીધું હતું.

કેટલાક સફાઈકામદારોએ ફિનાઈલ પી લીધું હતું.
કેટલાક સફાઈકામદારોએ ફિનાઈલ પી લીધું હતું.

પોલીસ-બંદોબસ્ત સાથે બોપલ વિસ્તારમાં સફાઈ કરાઈ
બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ માટે પહેલા 53 અને બાદમાં વિવિધ ઝોનમાંથી 119 જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. એમાંથી આજે કેટલાક કર્મચારીઓ હાજર થતાં સવારે પોલીસ-બંદોબસ્ત સાથે બોપલ વિસ્તારમાં સફાઈ શરૂ કરવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજા, ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કલ્પેશ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સફાઈ કરાવી હતી, પરંતુ અચાનક જ કેટલાક સફાઈકર્મચારીઓ ત્યાં પહોંચીને પોતાની માગણીઓ સાથેનો વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...