તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદમાં આજથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ, વિદ્યાર્થીઓએ કહ્યું, ઘરે ભણવા કરતાં શાળામાં મજા આવશે

અમદાવાદ10 દિવસ પહેલા
આજથી ધોરણ 6થી8ના વર્ગો શરુ થયાં
 • બાળકોને માસ્ક, સેનિટાઇઝર, ઓક્સિમીટર, થર્મલગન દ્વારા ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો
 • સંમિત ના મળી હોય તેવાં બાળકોનું ઓનલાઇન શિક્ષણ રાબેતા મુજબ ચાલુ જ રાખવામાં આવ્યું

રાજ્યમાં 2020ના માર્ચ મહિનાથી વકરેલા કોરોનાને કારણે માર્ચ 2020થી સ્કૂલો-કોલેજ બંધ હતી, પરંતુ કોરોનાનું સંક્રમણ ઘટતાં તબક્કાવાર એ ફરી શરૂ કરવામાં આવી છે. આજે 11 મહિનાના સમય બાદ પ્રાથમિક સ્કૂલોમાં વર્ગ 6થી 8 માટે પણ સરકાર દ્વારા પરવાનગી મળતાં બાળકો સ્કૂલમાં આવ્યાં હતાં. આજે બાળકોને માસ્ક, સેનિટાઈઝર, ઓક્સિમીટર, થર્મલગન દ્વારા ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે છેલ્લા 11 મહિનાથી ઘરે ઓનલાઈન ભણતા હતા, પણ હવે સ્કૂલો શરુ થતાં ભણવાની મજા આવશે અને મિત્રો સાથે મળીને મજા કરીશું.
ઓનલાઈન શિક્ષણ રાબેતા મુજબ ચાલુ છે
રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળા-કોલેજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં અગાઉ વર્ગ 10 અને 12ને મંજૂરી મળી હતી, બાદમાં 9 અને 11ને મળી અને હવે પ્રાથમિક વિભાગના 6થી 8ના વર્ગોને પણ મંજૂરી આપવામાં આવી છે. બાળકો સ્કૂલે આવે એ ફરજિયાત નથી, માટે વાલીઓની સંમતિ પણ લેવી ફરજિયાત કરવામાં આવી છે. વાલીની સંમતિ માટે તેમને ફોર્મ પણ આપવામાં આવ્યું હતું, જેમણે ભરીને આપ્યું છે તેમનાં જ બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.સંમિત ના મળી હોય તેવાં બાળકોનું ઓનલાઈન શિક્ષણ રાબેતા મુજબ ચાલુ જ રાખવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓનું ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર માપવામાં આવ્યું.
વિદ્યાર્થીઓનું ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર માપવામાં આવ્યું.

બાળકના આરોગ્ય અંગે શંકા જાય તો તેના વાલીને જાણ કરાશે
અમદાવાદના શાહીબાગમાં આવેલી સેક્રેડ હાર્ટ નામની સ્કૂલમાં આજથી ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. પ્રાથમિક વિભાગનાં બાળકો આવવાનાં હોવાથી સવારથી સ્કૂલ તરફથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. બાળકો માટે માસ્ક, હાથનાં મોજાં, સેનિટાઈઝર, થર્મલગન સહિતની સુવિધાઓ તૈયાર કરવામાં આવી હતી. બાળકો સ્કૂલમાં આવતાં જ સૌપ્રથમ થર્મલગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું, બાદમાં હાથ સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા, ઓક્સિજન લેવલ ચેક કરવામાં આવ્યું હતું અને બાદમાં ક્લાસ રૂમમાં મોકલવામાં આવ્યાં હતાં. આ પ્રક્રિયા રોજ કરવામાં આવશે અને આ પ્રક્રિયામાં બાળકના આરોગ્ય અંગે થોડી પણ શંકા જાય તો તેના વાલીને એની જાણ કરીને તેને પરત મોકલવામાં આવશે.

એક વર્ગમાં માત્ર 10 વિદ્યાર્થીને જ બેસાડવામાં આવ્યા.
એક વર્ગમાં માત્ર 10 વિદ્યાર્થીને જ બેસાડવામાં આવ્યા.

40ની કેપેસિટીવાળા ક્લાસમાં 10 જ બાળકને બેસાડવામાં આવ્યાં
સ્કૂલના પ્રિન્સિપાલ સિમર ચાવલાના જણાવ્યા અનુસાર, સ્કૂલમાં 6થી 8નાં બાળકોને આજથી અલગ અલગ કુલ 40ની કેપેસિટીવાળા ક્લાસમાં 10 જ બાળકને બેસાડવામાં આવ્યાં છે. ઉપરાંત બાળકોને હાથનાં મોજાં અને માસ્ક પણ ફરજિયાત પહેરાવવામાં આવે છે. બાળકોને ભણાવવા આવતા શિક્ષક પણ હાથનાં મોજાં અને માસ્ક પહેરે એનું ધ્યાન રાખવામાં આવે છે. બાળકો જે વસ્તુ પોતાની સાથે લાવે એની પણ નોંધણી કરવામાં આવે છે. પાણીની બોટલ પણ ઘરેથી લઈને આવે એ માટે સૂચના આપવામાં આવે છે. એક બાળક અન્ય બાળક સાથે ના બેસે અને સોશિયલ ડિસ્ટન્સનું પૂરું પાલન કરે એની તકેદારી રાખવામાં આવે છે.

સેનિટાઇઝ કર્યા બાદ જ વિદ્યાર્થીને વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો.
સેનિટાઇઝ કર્યા બાદ જ વિદ્યાર્થીને વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો.

મોટા ભાગની સ્કૂલોમાં હજુ સંમતિપત્ર આવવાના ચાલુ જ છે
માધ્યમિક વિભાગનાં બાળકો થોડાક સમજદાર હોય છે, પરંતુ પ્રાથમિક વર્ગનાં બાળકો નાદાન હોય છે, જેથી તેમને વારંવાર સમજાવવામાં આવે છે અને રિશેષ ટાઈમમાં પણ હાથ સેનિટાઈઝ, માસ્ક પહેરી રાખવું અને એકબીજા સાથે અંતર જાળવવાની સૂચના આપવામાં આવે છે. રોજ 10 બાળકના બેચને જ બોલાવવામાં આવે છે, જેથી અન્ય બાળકનું ભણતર ના બગડે. અન્ય સ્કૂલોમાં તપાસ કરતાં જાણવા મળ્યું છે કે મોટા ભાગની સ્કૂલોમાં હજુ સંમતિપત્ર આવવાના ચાલુ જ છે, માટે આગામી સોમવારથી સ્કૂલો ચાલુ થશે, જ્યારે CBSEની સ્કૂલોમાં ફેબ્રુઆરી મહિનામાં સત્ર જ પૂરું થયું હોવાથી બાળકો ઓનલાઇન જ ભણ્યા છે અને માત્ર 10-15 દિવસ જ બાકી હોવાથી સ્કૂલે આવ્યાં નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો