ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા યોજવાની છે.આ પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર થયો છે.14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે.ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે.ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે.કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પરીક્ષાની તારીખો જોવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 10નું ટાઈમ ટેબલ
14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી
12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ
14 માર્ચ- નામના મૂળતત્વ
15 માર્ચ- તત્વ જ્ઞાન
16 માર્ચ- આંકડાશાસ્ત્ર
17 માર્ચ- અર્થશાસ્ત્ર
20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
25 માર્ચ- હિન્દી
27 માર્ચ- કોમ્પ્યુટર
28 માર્ચ- સંસ્કૃત
29 માર્ચ- સમાજ શાસ્ત્ર
12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ
14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
18 માર્ચ- જીવ વિજ્ઞાન
20 માર્ચ- ગણિત
23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
25 માર્ચ- કોમ્પ્યુટર
ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ બોર્ડ દ્વારા જાહેર
માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થશે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જીનયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા, ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો A, B અને AB ગ્રુપના વિદ્યાર્થીઓએ કોમન ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ આપવાની રહેશે. ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી બોર્ડની વેબસાઈટ પર ગુજકેટના ફોર્મ ભરી શકાશે. ગુજેક્ટની 350 રૂપિયા પરીક્ષા ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે. આ અંગે વધુ વિગત બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવી છે.
CBSE ધો.10-12 બોર્ડની પરીક્ષાની તારીખો
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2023માં યોજાનારી 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. બંને વર્ગોની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10નું છેલ્લું પેપર 21મી માર્ચે અને ધોરણ 12નું છેલ્લું પેપર 5મી એપ્રિલના રોજ હશે. પરીક્ષાની તારીખો જોવા માટે અહીં ક્લિક કરો
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, ઇન્ટર્નલ મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્ક 1 જાન્યુઆરી, 2023થી શરૂ થશે. મહત્વની વાત એ છે કે વિષયવાર સમયપત્રક શાળાઓ દ્વારા જારી કરવામાં આવશે. CBSEએ નોટિફિકેશનમાં સ્કૂલો તેમજ વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી છે.
આ વખતે માત્ર એક જ પરીક્ષા, હવે 100% અભ્યાસક્રમ
ગત વર્ષે દેશમાં કોરોનાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવી હતી. આ દરમિયાન જે વિદ્યાર્થીઓ સંક્રમણને કારણે એક પરીક્ષામાં બેસી શક્યા ન હતા તેમના માર્કસની ગણતરી બીજી પરીક્ષાના આધારે કરવામાં આવી હતી. પરંતુ આ પોલિસી હવે CBSE દ્વારા નાબૂદ કરવામાં આવી છે. કોરોનામાંથી સાજા થયા બાદ આ વખતે બોર્ડની પરીક્ષા 100% અભ્યાસક્રમ સાથે લેવાશે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી.
સૌથી પહેલા ધોરણ 10નું શિડ્યુલ
હવે ધોરણ 12નું શિડ્યુલ વાંચો...
યોગ્યતા આધારિત પ્રશ્નો પણ પૂછવામાં આવશે
CBSE બોર્ડની પરીક્ષાઓ હવે ધોરણ 10ની પરીક્ષામાં ઓછામાં ઓછા 40% પ્રશ્નો અને ધોરણ 12ની પરીક્ષામાં 30% પ્રશ્નો ગુણવત્તાના આધારે પૂછાશે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓમાં પૂછવામાં આવતા આ પ્રશ્નો મલ્ટીપલ ફોર્મેટને આવરી લેશે. પ્રશ્નો ઓબ્ઝેક્ટિવ, કન્સ્ટ્રક્ટિવ રિસપોન્સ ટાઈપ, એસર્શન, રીઝનિંગ આધારિત હશે.
છેલ્લા સત્રનું પરિણામ
છેલ્લા સત્રમાં CBSEના ધોરણ 10 અને 12ના પરિણામો જુલાઈમાં જાહેર કરવામાં આવ્યા હતા. ધોરણ 12માં કુલ 92.71 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ધોરણ 10માં 94.40 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.