ABVPના સદસ્યતા અભિયાનનો વિરોધ:અમદાવાદની HK કોલેજમાં ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ વચ્ચે મારામારી થઈ, એકને ઈજા

અમદાવાદએક મહિનો પહેલા
એક કાર્યકરને ઈજા પહોંચી

આશ્રમ રોડ પર આવેલી એચ.કે કોલેજમાં આજે NSUI ના કાર્યકરો વિરોધ કરવા ગયા હતા ત્યારે કાર્યક્રમ પૂરો થતાં જ બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી.જોકે ABVP નો આક્ષેપ છે કે NSUI ના કાર્યકરો કોલેજમાં મારામારી કરી છેડતી કરી માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો.NSUI નો આક્ષેપ છે કે અમે વિરોધ કરવા ગયા ત્યારે ટોળું આવીને લાકડી વડે મારામારી કરવા લાગ્યું હતું.

આક્ષેપ સાથે NSUIના કાર્યકરો વિરોધ કરવા ગયા હતા
એચ.કે કોલેજમાં ABVPના સદસ્યતા અભિયાનમાં ગેરરીતિ કરીને જબરજસ્તી સદસ્ય બનાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે NSUIના કાર્યકરો વિરોધ કરવા ગયા હતા ત્યારે કેમ્પસ પ્રમુખ ધવલ ઠાકોર અને NSUIના નેતા સુનિલ શુક્લાને કોલેજ બહારથી આવીને લાકડી વડે ટોળાએ માર માર્યો હતો. ABVPના અભિયાનનો વિરોધ કરવા જતાં મારામારી કરી હોવાનો NSUI નો આક્ષેપ છે.

વિરોધ પ્રદર્શન વખતે જ બબાલ થઈ
આ મામલે NSUIના નેતા સુનિલ શુક્લાએ જણાવ્યું હતું કે અમે શાંતિથી વિરોધ કરી રહ્યા હતા. કાર્યક્રમ પૂરો કરીને બહાર આવ્યા ત્યારે બહાર આવેલા ABVPના ટોળાએ મારી સાથે મારામારી કરી હતી. જેમાં ધવલ ઠાકોરને દંડા વડે વધુ માર માર્યો છે.

તત્વો સામે કાયદાકીય પગલાં લેવા માંગ
ABVP ના મહામંત્રી ઉમંગ મોજીદ્રાએ જણાવ્યું હતું કે NSUI યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા HK કેમ્પસ અને નારાયણ ગુરુ કોલેજમાં સામાન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી કેમ્પસમાં પ્રાધ્યાપક અને બહેનો સાથે છેડતી કરી શૈક્ષણિક માહોલ બગાડવાનો પ્રયાસ કરેલ જેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બહેનો અને પ્રાધ્યાપક ના સન્માન માં વિરોધ કરે છે અને કોલેજ પ્રશાસન સામે કેમ્પસમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો સામે કાયદાકીય પગલાં લેવા માંગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...