તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:અસારવામાં ભાજપનાં જ બે જૂથ વચ્ચે ઘર્ષણ, કાર્યકરોએ વોર્ડ પ્રમુખને ફટકાર્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીરમાં રાઉન્ડ કરીને દર્શાવવામાં આવેલા અસારવા વોર્ડ પ્રમુખને કાર્યકરોએ ફટકાર્યા હતા. - Divya Bhaskar
તસવીરમાં રાઉન્ડ કરીને દર્શાવવામાં આવેલા અસારવા વોર્ડ પ્રમુખને કાર્યકરોએ ફટકાર્યા હતા.
  • મોદીના જન્મદિવસ સપ્તાહની ઉજવણી દરમિયાન મામલો બીચક્યો
  • વૃક્ષારોપણ કાર્યક્રમમાં આમંત્રણ નહીં અપાતાં કાર્યકરોના એક જૂથે હોબાળો મચાવ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની શહેરમાં સેવા સપ્તાહના નામે ભાજપ વિશેષ ઉજવણી કરી રહ્યો છે. અસારવામાં વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ ચાની કિટલીએ ભેગા થયેલા ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. કેટલાક કાર્યકરોએ વોર્ડ પ્રમુખને માર માર્યો હતો. જોકે મામલો ધારાસભ્ય સુધી પહોંચતાં તેમણે આખરે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

અસારવામાં મંગળવારે સવારે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર તેમજ કેટલાક અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ સમયે જ કેટલાક કાર્યકરોએ હોબાળો મચાવી દલીલ કરી હતી કે તેમને આ કાર્યક્રમ અંગે જાણ કરવામાં આવી જ ન હતી. જો કે, આ વખતે હાજર હોદ્દેદારો અને અગ્રણીઓએ તેમને સમજાવી કાર્યક્રમમાં કોઈ વિવાદ થવા દીધો નહતો. કાર્યકરોને તેમની ફરિયાદનો ઉકેલ લાવવાની ખાતરી આપી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

વૃક્ષારોપણનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યકરો ચા પીવા માટે સરદારચોક, પર્ણકુંજ સોસાયટી ચાર રસ્તા પર પહોંચ્યા હતા. જો કે, અહીં આ વિવાદ ફરી વકર્યો હતો. કેટલાક કાર્યકરોએ અસારવા વોર્ડના પ્રમુખને માર માર્યો હતો. જોકે કેટલાક અન્ય કાર્યકરોએ વચ્ચે પડ્યા હતા. ઘટના પછી બંને જૂથ નજીકમાં આવેલી ધારાસભ્યની ઓફિસ પર પહોંચી ગયા હતા. ધારાસભ્યએ દરમ્યાનગીરી કરી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. એક પક્ષે એવો આક્ષેપ કર્યો હતોકે, તેમના વિસ્તારમાં, તેમના ઘર નજીક જાહેર કાર્યક્રમ હોય તો પણ સિનિયર કાર્યકરોને પણ જાણ કરાતી નથી. બીજા પક્ષે એવું કહ્યું હતુંકે, ગ્રૂપમાં તમામ કાર્યક્રમોની જાણ હોય છે તો અલગથી કરવાની થતી નથી.આ ઘટના અસારવા વોર્ડમાં ભાજપના કાર્યકરો વચ્ચે જૂથબંધી હોવાનું દર્શાવે છે.

અન્ય સમાચારો પણ છે...