ફરિયાદ:જીબી શાહ કોલેજના પાર્કિંગમાં 2 વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પગથિયાંમાં અથડાતાં થયેલા ઝઘડાની અદાવતનો મામલો
  • ઝઘડામાં 2 વિદ્યાર્થીને ઇજા, વાસણા પોલીસમાં બંને પક્ષે ફરિયાદ

વાસણાની જી. બી.શાહ કોલેજમાં પગથિયાં ઊતરતાં સામસામે અથડાયેલા 2 વિદ્યાર્થી વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ બીજા દિવસે તે મુદ્દે વિદ્યાર્થીઓનાં બે જૂથ વચ્ચે કોલેજ કેમ્પસમાં મારામારી થઈ હતી, જેમાં 2 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે બંને પક્ષના વિદ્યાર્થીએ વાસણા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.

વાસણા ગામમાં રહેતો અતુલ ઠાકોર (ઉં.18)એ વાસણા પોલીસ સ્ટેશનમાં પરવેઝ શેખ (જુહાપુરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તે અને તેની સાથે બીકોમના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા રોહિત ગોસ્વામી અને પરવેઝ 6 સપ્ટેમ્બરે કોલેજનાં પગથિયાં ઊતરતા ટકરાયા હતા ત્યારે રોહિત અને પરવેઝ વચ્ચે ઝઘડો થયો હતો, જેની અદાવતમાં 7 સપ્ટેમ્બરે રોહિત, અતુલ અને તેના મિત્રો કોલેજના પાર્કિંગમાં હાજર હતા ત્યારે પરવેઝ ત્યાં આવ્યો હતો અને તેણે રોહિત સાથે મારામારી કરી હતી.

આથી અતુલ તેમ જ અન્ય મિત્રો છોડાવવા વચ્ચે પડતા પરવેઝે અતુલને ‘તંુ કેમ અમારી વચ્ચે પડે છે.’ કહી 2 લાફા મારી દીધા હતા. જ્યારે પરવેઝ શેખે વાસણા પોલીસમાં રોહિત ગોસ્વામી, અતુલ ઠાકોર અને મોન્ટુ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે, 6 સપ્ટેમ્બરે સવારે 7.30 વાગ્યે કોલેજનું પહેલું લેક્ચર પૂરું થતા તે પગથિયાં ઊતરતો હતો ત્યારે તેની જ કોલેજમાં ભણતા રોહિત ગોસ્વામી સાથે તે અથડાયો હતો. આથી તે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને રોહિતે તેના મિત્ર મોન્ટુ અને અતુલ સાથે મળી પાર્કિંગમાં પરવેઝ સાથે મારામારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...