તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલમાં હડતાળ કરનારની ખેર નથી:અમદાવાદમાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે હડતાળ કે વિરોધ કરનાર કર્મચારીઓને ટર્મિનેટ કરવા સિવિલ સુપ્રિટેન્ડેન્ટની સૂચના

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદની સિવિલ હોસ્પિટલ - Divya Bhaskar
અમદાવાદની સિવિલ હોસ્પિટલ
  • કર્મચારીઓ કામ ના કરવા કોઈ મુદ્દાને હડતાળનું સ્વરૂપ આપીને વિરોધ કરી રહ્યા છે: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધતા સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે સ્ટાફની જરૂરિયાત હોવાથી સિવિલમાં OTમાં કામ કરતા કર્મચારીઓને કોવિડ વોર્ડમાં ડ્યૂટી ફાળવવામાં આવી હતી. પરંતુ કોવિડમાં ડ્યૂટીના કરવી તે પડે માટે અલગ-અલગ બહાનાથી કેટલાક કર્મચારીઓ વિરોધ કરી રહ્યા હતા. જેથી સિવિલમાં સુપ્રિટેન્ડેન્ટ ડૉ.મોદીએ કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે કે, કામ કરવા કર્મચારીઓની જરૂર છે જે વિરોધ કરી રહ્યા હોય તેમને ટર્મિનેટ કરવા.

વિરોધ કરનાર તમામ કામ પર પરત ફર્યા
સિવિલ હોસ્પિટલમાં રાજદીપ નામની ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ છે તે અંતર્ગત અનેક કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગમાં કામ કરી રહ્યા છે. હાલ OT આસિસ્ટન્ટમાં કામ કરી રહેલા કર્મચારીઓનું કામ ના હોવાથી કોવિડ વોર્ડમાં ડ્યૂટી ફાળવવામાં આવી હતી. પરંતુ કર્મચારીઓને કોવિડ વોર્ડમાં ડ્યૂટી ના કરવી હોવાથી પગાર અને હોસ્ટેલનું બહાનું આપીને વિરોધ કરી રહ્યા હતા. ત્યારે એક દિવસમાં વિરોધ બાદ સિવિલ અને કંપની દ્વારા તમામ સાથે વાતચીત કરતા હાલ તમામ લોકો કામ પર પરત ફર્યા છે.

કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવાય છે
આ મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓને કામ ના કરવા કોઈ મુદ્દાને હડતાળનું સ્વરૂપ આપીને વિરોધ કરી રહ્યા છે, પરંતુ તે ચલાવી લેવામાં આવશે નહીં. કોન્ટ્રાક્ટ પરની કંપનીને ડર મહિને કરોડોનું બિલ ચૂકવવામાં આવે છે. કર્મચારીઓને નિયમિત પગાર પણ ચૂકવવામાં આવી રહ્યો છે. તેમ છતાં જો વિરોધ કરવામાં આવે તો તેવા કર્મચારીઓને ટર્મિનેટ કરવા કોન્ટ્રાકટરને જણાવવામાં આવ્યું છે.

ડોક્ટરોએ એક વર્ષથી રજા નથી લીધી
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેથી કર્મચારીઓની જરૂર છે. દર્દી પાસે કોઈ કર્મચારી રહે તો દર્દીની સારવારમાં મદદ મળી રહે તેમ છે. અમે અને અમારી સાથેના ડોક્ટરે છેલ્લા 1 વર્ષથી એક રજા લીધી નથી અને સતત કામ કરી રહ્યા છે. તો કર્મચારીઓને કામ કરવું જોઈએ. અસંતોષ માટે ઘણો સમય છે. હાલની સ્થિતિમાં જ્યાં નોકરી ફાળવવામાં આવે ત્યાં કરવી જોઈએ. આગામી સમયમાં જો કોઈ કર્મચારી વિરોધ કરશે તો પગલાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો