તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં 6443 નાગરિકોએ કોરોનાની રસી મૂકાવી કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના વેક્સિનના બે ડોઝ લેનારા સ્વામી વિદિત્માનંદ સરસ્વતી - Divya Bhaskar
કોરોના વેક્સિનના બે ડોઝ લેનારા સ્વામી વિદિત્માનંદ સરસ્વતી
  • કિડની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 2300 જેટલા કોમોર્બિડ વ્યક્તિઓ અને 1700થી વધુ વરિષ્ઠ નાગરિકોએ રસી લીધી
  • અમદાવાદ જિલ્લાના વિવિધ રસીકરણ કેન્દ્રો પર નાગરિકોનો રસીકરણ માટે ધસારો જોવા મળ્યો

અમદાવાદ સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલમાં કોરોના રસીકરણની કામગીરી ચાલી રહી છે. અહીં વિવિધ વયજૂથના નાગરિકોમાં કોરોના રસીકરણ કરાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કિડની હોસ્પિટલમાં 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના રસીકરણમાં અત્યાર સુધીમાં 1550થી વધુ હેલ્થકેર વર્કર અને 900 જેટલા ફ્રંટલાઇન કોરોના વોરીયર્સએ કોરોના રસીકરણના ડોઝ મેળવીને ફરજ માટે પોતાની કમર કસી છે.

1લી માર્ચથી વૃદ્ઘો, સંતો માટે વેક્સિનેશન
1લી માર્ચથી રાજ્યમાં વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડ વ્યક્તિઓ માટે શરૂ થયેલા કોરોના રસીકરણના મહાઅભિયાનમાં કિડની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 2300 જેટલા કોમોર્બિડ વ્યક્તિઓ અને 1700થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કોરોના સામે સુરક્ષા આપતી રસી મેળવીને સલામતી અનુભવી છે. અમદાવાદ શહેરના વિવિધ ધર્મ-સંપ્રદાયોમાંથી સંત-મહંતો, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, ખ્યાતનામ તબીબો સહિત મોટી સંખ્યામાં લોકોએ અમદાવાદ મેડિસીટીમાં આવેલી કિડની ઇન્સ્ટીટ્યુટમાં કાર્યરત કોરોના રસીકરણ કેન્દ્રમાં રસી લઇને શહેરીજનોને વેક્સિન સુરક્ષિત હોવાનો સંદેશ પાઠવ્યો છે.

રાજ્ય સરકાર સંચાલિત કિડની ઇન્સ્ટીટ્યુટના રસીકરણમાં કોરોનાની રસી મેળવ્યા બાદ નાગરિકો તેમના પ્રતિભાવમાં સલામતીના સંદેશ આપી રહ્યાં છે. સાથો સાથો હોસ્પિટલ દ્વારા રસીકરણ માટે કરવામાં આવેલી સમગ્રતયા વ્યવસ્થાપનની પ્રશંસા કરી રહ્યાં છે.

સ્વામી વિદિત્માનંદ સરસ્વતીને વેક્સિનના બે ડોઝ મળ્યા
સ્વામી વિદિત્માનંદ સરસ્વતી કોરોના રસીકરણના બંને ડોઝ મેળવ્યા બાદ કહે છે કે, કિડની હોસ્પિટલની રસીકરણ માટેની સેવા સાથેની સરભરાને હું બિરદાવું છું. સરકાર દ્વારા કોરોના રસીકરણનું મહાઅભિયાન ચલાવીને નાગરિકોને મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટટલમાં વિનામૂલ્યે રસીકરણ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું ઉત્તમ કાર્ય સરકારે કર્યુ છે. કોરોના મહામારી સામે લડતના ભાગ સ્વરૂપે રસીકરણ ખૂબ જ જરૂરી હોવાથી દરેક નાગરિકે કોરોના રસીકરણ કરાવીને પોતાને કોરોના સામે સુરક્ષિત કરવા જોઇએ.

ફ્રન્ટલાઈન વોરિયરે લીધી કોરોના વેક્સિન​​​​​​
કોરોના રસીકરણ કરાવ્યાં બાદ ડૉ. શ્રદ્ધા કહે છે કે, અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં આજે પહોંચીને મેં કોરોના રસીકરણ કરાવ્યું છે. રસીકરણ કરાવ્યાં બાદ હું સંપૂર્ણપણે સુરક્ષિત મહેસૂસ કરી રહી છું. હોસ્પિટલ દ્વારા રસીકરણ માટે ઉભી કરવામાં આવેલ વ્યવ્સ્થા પ્રશંસાને પાત્ર છે. હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધા અને અહીં સ્વચ્છતા જાળવણી અવિસ્મરણીય છે. રજીસ્ટ્રેશનથી લઇને વેક્સિનેસન સુધીની તમામ પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે.

રસીકરણ કેન્દ્રો પર નાગરિકોનો ધસારો
અત્રે નોંધનીય છે કે, વિશ્વ વ્યાપી કોરોના મહામારીના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી કોરોના રસીકરણની કામગીરી અમદાવાદ જિલ્લામાં સુપેરે ચાલી રહી છે. અમદાવાદ જિલ્લાના વિવિધ રસીકરણ કેન્દ્રો પર નાગરિકોનો રસીકરણ માટે ધસારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા રાજ્યવ્યાપી કોરોના રસીકરણ અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે. મોટી સંખ્યામાં નાગરિકોએ કોરોના રસીકરણ કરાવીને પોતાને કોરોના સામેના આરોગ્ય સુરક્ષા કવચથી સજ્જ કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો