સંવેદનાસભર દૃશ્ય / સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દરરોજ વોટ્સએપ વીડિયો કોલિંગથી ચિનુદાદાને અમેરિકા સ્થિત દીકરી સાથે વાતચીત કરાવે છે

વીડિયો કોલિંગથી સારવાર લઇ રહેલા પિતા સાથે વાત કરતી શ્રુતિ
વીડિયો કોલિંગથી સારવાર લઇ રહેલા પિતા સાથે વાત કરતી શ્રુતિ
X
વીડિયો કોલિંગથી સારવાર લઇ રહેલા પિતા સાથે વાત કરતી શ્રુતિવીડિયો કોલિંગથી સારવાર લઇ રહેલા પિતા સાથે વાત કરતી શ્રુતિ

  • બેટા ચિંતા ના કરતી, અહીં બધા મને ખૂબ સાચવે છે: ચિનુદાદા
  • હોસ્પિટલના સમગ્ર સ્ટાફને હું હ્રદયપૂર્વક થેંક્યૂ કહું છુંઃ અમેરિકા સ્થિત દીકરી શ્રુતિ

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 10:01 PM IST

અમદાવાદ. અમદાવાદના 83 વર્ષીય ચિનુદાદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ચિનુદાદાના સંતાનો વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા છે. ત્યારે તેમની દેખભાળ રાખી શકે તે માટે અમદાવાદમાં કોઈ નથી. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ તેમની પરિવારના સદસ્યની જેમ સાર-સંભાળ રાખે છે. અમેરિકામાં રહેતી તેમની દીકરી જણાવે છે કે, 'અમને ચિંતા હતી કે અમારો આખો પરિવાર અમેરિકા છે, તો પપ્પાને ત્યાં કોણ સાચવશે? થેન્ક્યૂ ડોક્ટર, તમે સૌ પરિવારના સભ્યની જેમ મારા પપ્પાની સંભાળ રાખો છો.' હાલ ચિનુદાદા અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ છે. હોસ્પિટલ સ્ટાફ દરરોજ અમેરિકા રહેતી દીકરીને તેના પપ્પા સાથે વીડિયો કોલિંગથી વાતો કરાવે છે અને પરિવારના સભ્યની જેમ જ તેમની કાળજી રાખે છે. ત્યારે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાય છે.

હોસ્પિટલના સ્ટાફનો હૃદયપૂર્વક આભારઃ દીકરી
અમેરિકાથી શ્રુતિ સોની લાગણીસભર શબ્દોમાં જણાવે છે કે, ‘જ્યારથી પપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી તેમની સાથે સંપર્ક કરવા અને તેમની દેખરેખ સહિતના પ્રશ્નને લઇને અમને ખૂબ જ ચિંતા થતી હતી. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી દરરોજ મને અને મારા સમગ્ર પરિવારને વોટ્સએપથી વીડિયો કોલિંગથી વાત કરાવે છે. ત્રણ દિવસ પછી 26મી તારીખે પપ્પાનો જન્મ દિવસ છે. અમને એ વાતનો ખૂબ જ આનંદ થયો કે ડોક્ટર્સ, નર્સ, પેરા મેડીકલ સહિતનો તમામ મેડીકલ સ્ટાફ મારા પપ્પાની ખૂબ જ કાળજી રાખી રહ્યો છે. તેમને બિલકુલ એકલા હોવાનો અહેસાસ પણ થવા દેતા નથી. જેથી અત્યારે અમે અમેરિકા હોવા છતાં ચિંતામુક્ત બન્યા છીએ. હોસ્પિટલના સમગ્ર સ્ટાફને હું હ્રદયપૂર્વક થેંક્યુ કહું છું.’

દર્દીઓની તમામ ડિટેઇલ વેબસાઇટ પર મળે છે
ત્યારે ચિનુદાદા પણ વીડિયો કોલિંગમાં તેમની દીકરીને કહે છે કે, ‘બેટા મારી ચિંતા ના કરતી અહીં બધા મને ખૂબ જ સાચવે છે.’આ સાંભળીને જ અમેરિકા સ્થિત તેમના પરિવારની અડધી ચિંતા ઓછી થઈ ગઈ હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની તેમના પરિવારજનોને રીઅલ ટાઈમ ઈન્ફોર્મેશન પ્રાપ્ત થાય તે માટે ‘કોવિડ કમાન્ડ કંટ્રોલ ડેશબોર્ડ’ કાર્યરત કરવામાં આવ્યું છે. આ ડેશબોર્ડમાં દર્દીનું નામ, વિવિધ રિપોર્ટની માહિતી, દર્દીની સ્થિતિ, કયા વોર્ડમાં દાખલ છે, દાખલ કર્યાની તારીખ, ડિસ્ચાર્જ કર્યાની તારીખ તેમજ કયા ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવી રહી છે તેની પૂરતી માહિતીનો એક સોફ્ટવેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીની બદલાતી જતી સ્થિતિ અંગે ખૂબ જ ચોકસાઈપૂર્વક માહિતી અપડેટ કરવામાં આવે છે, તેમજ જરૂરી માહિતી દર્દીના સ્નેહીજનોને ટેલિકોલિંગ તેમજ એસએમએસ દ્વારા પૂરી પાડવામાં આવે રહી છે. જેથી દર્દીના સગાઓએ પણ હવે કોઈપણ પ્રકારની અફવાઓથી ભયભીત થવાની જરૂર નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી