આંદોલન:સરકાર દ્વારા બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણયને પગલે સુરતમાં નવી સિવિલના ડોક્ટરોની હડતાળ, અમદાવાદ સિવિલના ડોક્ટરોએ પણ ચીમકી ઉચ્ચારી

અમદાવાદ3 મહિનો પહેલા
સુરતમાં ડોક્ટરોએ હડતાળ પાડી
  • આ હડતાળને જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા સમર્થન અપાય તેવી શક્યતાઓ

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્સ ડોક્ટરોએ આજે સવારે હડતાળ પાડી દેતાં હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું હતું. ડોકટરોએ સિવિલ કેમ્પસમાં ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી પોતાના પડતર પ્રશ્નો અને અને માંગણીઓ રજુ કરી હતી.ડોક્ટરોએ જણવ્યું હતું કે તેમના બોન્ડ, સાતમા પગારપંચ, 26 જેટલા તબીબોને ગામડાઓ બદલી કેરી દેવામાં આવ્યા, અન્ય રાજ્યોની માફક એસાર શીપ અને બોન્ડ યોજના લાગૂ કરવા વિગેરે મુદ્દાઓ રજુ કર્યા હતા. એમાંથી કેટલાક પડતર પ્રશ્ન અંગે અનેકોવા૨ સ૨કા૨માં રજૂઆત કરવામાં આવી છે છતાં આજ સુધી કોઈ સંતોષકારક નિવારણ લાવવામાં આવ્યું હતું.

અમદાવાદમાં પણ ડોક્ટરોએ હડતાળની ચીમકી ઉચ્ચારી
અમદાવાદ સિવિલમાં ફરીવાર ડોક્ટરોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે. સરકાર દ્વારા બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણયને પગલે ડોક્ટરોમાં નારાજગી છે. અગાઉ કોરોનાના સમયમાં કામગીરી વખતે મળતાં બોન્ડની અત્યારે પણ માંગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે હાલ કોરોના નિયંત્રણમાં છે અને કેસોમાં વધારો થયો નથી તો બાદબાકી કેવી રીતે મળે?. બીજી તરફ ડોક્ટરોની ગેરવાજબી માંગને પગલે હેલ્થ કમિશ્નર પણ માંગ નહીં સંતોષવા મક્ક્મ છે. જ્યારે ડોક્ટરોએ સરકાર દ્વારા બોન્ડના નિયમમાં ફેરફાર ના કરાય ત્યાં સુધી હડતાળની ચીમકી ઉચ્ચારી છે. આ હડતાળને જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા સમર્થન અપાય તેવી શક્યતાઓ છે. સમગ્ર રાજ્યમાં હોસ્પિટલોને બાનમાં લઈને હડતાળ કરવાની ડોક્ટરોએ ચિમકી ઉચ્ચારી છે.

સુરતમાં ડોક્ટરોએ હડતાળ પાડી
સુરતમાં ડોક્ટરોએ હડતાળ પાડી

સિવિલમાં વર્ગ-3ના કર્મચારીઓએ પણ હડતાળની ચીમકી ઉચ્ચારી
સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં 350થી વધુ વર્ગ-3ના કર્મચારીઓનો છેલ્લાં બે મહિનાથી પગાર થયો નથી, જેને કારણે આ કર્મચારીઓને બેન્ક લોન ભરવાથી લઇને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. કેટલાંક કર્મચારીએ ઉધાર નાણાં લેવાની ફરજ પડી છે. જો સરકાર પગાર નહીં થાય તો હડતાળ પાડવાની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે. કર્મચારીના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારે વિવિધ પોસ્ટ પર કામગીરી માટે કોન્ટ્રાક્ટ પર વર્ગ-3ના કર્મચારીની ભરતી કરાઇ છે. વર્ગ-4 ના કર્મચારીમાં લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, નર્સિગ સ્ટાફ, બાયોમેડિકલ એન્જિયર અને ઓ.ટી. આસિસ્ટન્ટ સહિતના 350થી વધુ કર્મચારીનો જૂન અને જુલાઇ મહિનાનો પગાર કરાયો નથી. કર્મચારીઓને ઘર ચલાવવામાં તકલીફ પડવાની સાથે બેન્ક લોન, વાહનના હપ્તા અને ઘરના મેઇન્ટેનન્સ ચઢી ગયું હોવાથી વ્યાજ ભરવું પડે છે.

બોન્ડની રકમ ભરે તે તબીબોને મુક્તિ નહીં
રાજ્યમાં કોવિડની પરિસ્થિતિના કારણે સરકારે તમામ બોન્ડેડ તબીબોને હાજર થવા આદેશ કર્યો હતો. તેની સામે તબીબો હાઈકોર્ટમાં ગયા હતા. દરમિયાન આરોગ્ય વિભાગે ગઈકાલે પરિપત્ર કરીને બોન્ડેડ તબીબો બોન્ડ ભરીને સેવામાંથી મુક્ત થઈ શકશે તેવું જાહેર કર્યું છે. સરકારે આશરે 1400 જેટલા ડોક્ટરોના ઓર્ડર કર્યાં હતાં. પરંતુ કોવિડની અસર ઓસરતાં બોન્ડ લેવાનું સ્વીકાર્યું છે. કોરોનાની બીજી લહેર વખતે સરકારે તબીબોની અછત નિવારવા માટે બોન્ડેડ તબીબો પાસેથી પૈસા લેવાના બદલે સેવા લેવાનું નક્કી કર્યું હતું. તેના ભાગરૂપે આશરે 1400 જેટલાં તબીબોના ઓર્ડર કર્યા હતા. પરંતુ તબીબોએ વિરોધ કરીને હાજર નહીં થતા લગભગ 400 જેટલા તબીબો સામે એફઆઈઆર પણ થઈ હતી. તેથી આ તબીબો કોર્ટમાં ગયા હતા જેનો ચુકાદો બાકી છે.

અન્ય સમાચારો પણ છે...