• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • City Will Now Lay Two New Underground Lines On Four Roads In New Road, AMC Will Be Sanctioned SOR Excluding GST Rate For Water, Drainage Works

અમદાવાદના સમાચાર:હવે નવા રોડ, ચાર રસ્તા પર નવી બે અન્ડરગ્રાઉન્ડ લાઇન નખાશે, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીમાં SORનો અમલ કરવાનો નિર્ણય

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં અનેક જગ્યાએ રોડ બનાવવામાં આવે છે ત્યારે ચાર રસ્તા પાસેથી પસાર થતી અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનનોમાં કોઈ ખાનગી કંપની દ્વારા પાઇપલાઇન નાખવા ખોદકામ કરવામાં આવે છે અને પાઇપલાઇન તૂટી જવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હવેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યારે પણ નવો રોડ બનાવવામાં આવે ત્યારે ત્રણ રસ્તા અથવા તો ચાર રસ્તા પર લાઈન ક્રોસિંગ માટે 300 MMની ડાયાની બે લાઈન નાખવાની રહેશે. લાઇનની ઓળખ માટે બંને છેડા તરફ ચેમ્બર બનાવવાની રહેશે. ભૂતકાળમાં પણ આ રીતે કામગીરી માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ તેને અમલ ન કરવામાં આવતા આ મામલે આજે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં દરખાસ્ત મૂકી અને તેને મંજૂર કરવામાં આવી હતી.

300 મિમીની ડાયાની બે લાઈન નાખવાની રહેશે
રોડન બિલ્ડિંગ કમિટીમાં આજે દરખાસ્ત મુકવામાં આવી હતી કે અમદાવાદ શહેરમાં હવે જ્યાં પણ નવા રોડ બનાવવામાં આવશે એટલે કે જ્યારે પણ નવા રોડ બનાવવામાં આવશે તે દરમિયાન જ્યાં પણ ત્રણ કે તેથી વધુ રસ્તા આવતા હશે. ત્યાં ક્રોસ લાઇન માટે 300 મિમીની ડાયાની બે લાઈન નાખવાની રહેશે. જેથી આગામી સમયમાં ક્યારેય કોઈપણ લાઈન નાખવામાં આવે તો તે તૂટી ન જાય. કોઈપણ ખાનગી કંપની દ્વારા જ્યારે ખોદકામ કરી અને લાઈન નાખવામાં આવે છે ત્યારે ડિપોઝિટ લઈને તેને કામગીરી કરવા દેવામાં આવે છે. પરંતુ જો કદાચ ડ્રીલીંગ કરતા લાઈન ડેમેજ થાય તો કોઈ તકલીફ ન પડે તેના માટે થઈ અને આ લાઈન નાખવામાં આવશે.

સિંગલ ટેન્ડરની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી
આ ઉપરાંત આજે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં શહેરના ઉત્તર ઝોનમાં આવતાં સરસપુર અને રખીયાલ વોર્ડમાં વિવિધ જગ્યાએ પેવર બ્લોક અને પથ્થર નાખવાની કામગીરી કરવા માટે થઈને લાલન કોર્પોરેશનને 14 ટકા ઓછા ભાવથી ત્રણ અલગ અલગ કોન્ટ્રાક્ટ આપવાની સિંગલ ટેન્ડરની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ત્રણ જગ્યાએ 34 કરોડ રૂપિયાના 14 ટકા ઓછા ભાવથી માત્ર લાલન કોર્પોરેશનને જ કુલ 1 કરોડ રૂપિયાનું કામ આપવામાં આવતા સવાલ ઉભા થયા છે કે, એકમાત્ર કેમ સિંગલ ટેન્ડર જ મંજૂર કરવામાં આવ્યું. ટેન્ડર કેન્સલ કરી અને રીટેન્ડર કેમ ન કરવામાં આવ્યું.

પાણી, ડ્રેનેજની લાઈનો સહિતની કામગીરી માટે ટેન્ડર
અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાણી, ડ્રેનેજની લાઈનો સહિતની કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે જેમાં રાજ્ય સરકારના નક્કી કરેલા સ્ટાન્ડર્ડ ઓફ રેટ(SOR) મુજબ ભાવ નક્કી કરવામાં આવે છે. આજે મળેલી વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રેટ વિનાના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ રેટ (SOR)નો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. GST દરમાં વધ-ઘટ થવાને કારણે મંજૂર કરાયેલા ટેન્ડર અને કામગીરીના બિલ મંજૂર કરવાની રકમમાં વિસંગતતા જોવા મળે અને તેના કારણે પેમેન્ટ ચૂકવવામાં તેમજ કેટલીક મુશ્કેલીઓ સર્જાતી હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈને હવે GST દર સિવાયના SOR મંજૂર કરવામાં આવશે.

બિલની રકમ અને મંજૂર કરાયેલી રકમમાં તફાવત
વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે GST દરમાં ફેરફાર કરવામાં આવે છે. જેના કારણે મ્યુનિ. દ્વારા પાણી, ડ્રેનેજ સહિતના કામો માટે અગાઉ GST દર સહિત સરકાર દ્વારા SOR મંજૂર કરાયા હોવાથી તે મુજબ પેમેન્ટ ચુકવવામાં આવે છે. આગઉ મંજૂર કરાયેલા ટેન્ડરમાં જૂના SOR મુજબ કેટલીક ચીજવસ્તુઓ- આઈટેમ અને સર્વિસીસના GST રેટમાં વધારો કે ઘટાડો જોવા મળે છે અને તેના કારણે કેટલીક બિલની રકમ અને મંજૂર કરાયેલી રકમમાં તફાવત અને વિસંગતતા જોવા મળે છે. જેથી મ્યુનિ. તંત્ર અને શાસકો તેમજ કોન્ટ્રાક્ટરોને વિવિધ કામગીરીના બિલ મંજૂર કરવામાં અને પેમેન્ટ ચૂકવવામાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવેથી GST દર સિવાયના SOR મુજબ ટેન્ડર મંજૂર કરવામાં આવશે. આ નિર્ણય બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરોને કરાતા પેમેન્ટમાં GST સિવાયની રકમ ચૂકવવામાં આવશે અને GSTની રકમ અલગથી ચૂકવવામાં આવશે અને જેના લીધે કોન્ટ્રાક્ટરને રીએમ્બર્સમેન્ટ સહિતની ફોઈ સમસ્યા કે પ્રશ્નો સર્જાશે નહીં.

સુકો અને ભીનો કચરો અલગ આપે તે માટે ત્રણ દિવસ અભિયાન
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર લેવામાં આવતા કચરામાં અમદાવાદના નાગરિકો દ્વારા સુકો અને ભીનો કચરો અલગ આપે એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોર્સ એગ્રીગેશન અભિયાન(ટ્રિગર ઇવેન્ટ) ત્રણ દિવસ માટે હાથ ધરવામાં આવશે. આવતીકાલે 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી સીપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા લોકોને ઘરે ઘરે જઈ અને સ્થળો ઉપર પણ માહિતી આપવામાં આવશે. સવારે સાત વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તમામ જગ્યાએ આ કામગીરી કરવામાં આવશે. શહેરમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ, સોસાયટીઓને ફ્લેટોમાં લોકો સાથે ચર્ચા કરી અને અધિકારીઓ દ્વારા જે પણ કચરો સફાઈ કર્મચારીઓ લેવા આવે છે. તેમાં સૂકો અને ભીનો કચરો અલગ આપવામાં આવે તે વિશે સમજણ આપવામાં આવશે. સૂકા અને ભીના કચરા માટે અલગ અલગ ડસ્ટબિન રાખવામાં આવે તેની પણ જાણકારી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...