AMCના ટેક્સ વિભાગની કાર્યવાહી:શહેરમાં બાકી પ્રોપર્ટી ટેક્સની મિલકત સીલીંગ ઝુંબેશમાં 752 મિલકતો સીલ કરી, 10.35 કરોડની આવક

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના બાકી ટેક્સધારકો પાસેથી રકમ વસુલવા માટે ટેક્સ વિભાગ દ્વારા હવે મિલકત સિલિંગની મેગા ઝુંબેશ શરૂ કરી છે. આજે ગુરુવારે કુલ 752 મિલકતોને સીલ કરી દીધી છે. ટેક્સ વિભાગ દ્વારા સીલ કરવામાં આવતા એક જ દિવસમાં 10.35 કરોડની આવક ટેક્સ વિભાગને થઈ છે. સૌથી વધારે મધ્ય ઝોનમાં 172 જેટલી મિલકતોને જેમાં સારંગપુર ન્યુ ક્લોથ માર્કેટ, ઘીકાંટા, શાહપુર, રેંટિયાવાડી જહાંગીરપુરા, મેઘાણીનગર, ચમનપુરા સહિતની જગ્યાએ મિલકતો સીલ કરવામાં આવી છે અને દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રહેશે.

15 દિવસથી 1000ની આસપાસ મિલકતો સીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં 100 વ્યાજ માફીની સ્કિમ અમલમાં મૂકાઈ છે. ઉપરાંત વર્ષોથી લોકોને માફીની રાહત આપવા છતાં કેટલાક ટેક્સધારકો પોતે ટેક્સ ન ભરતાં કોર્પોરેશન દ્વારા મેગા સીલિંગ ઝુંબેશ સહિત રોજ કડક સીલીંગ ઝુંબેશ કરવામાં આવે. જેમાં છેલ્લા 15 દિવસથી 1000ની આસપાસ મિલકતો સીલ કરવામાં આવે છે. ગુરુવારે સૌથી વધુ મધ્ય ઝોનમાં 172, પૂર્વ ઝોનમાં 102, દક્ષિણ ઝોનમાં 148, ઉત્તર ઝોનમાં 122, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 85 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 75 એમ કુલ 752 મિલકતો સીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...