ભાજપનું બુથ લેવલનું પ્લાનિંગ:​​​​​​​અમદાવાદમાં ટાગોર હોલ ખાતે શહેર ભાજપની કારોબારી યોજાઈ, તમામ 16 વિધાનસભા બેઠકો જીતવા રણનીતિ નક્કી કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
શહેર ભાજપની કારોબારી બેઠકની તસવીર - Divya Bhaskar
શહેર ભાજપની કારોબારી બેઠકની તસવીર
  • જ્યાં બૂથ માઇનસમાં છે ત્યાં સક્રિય કાર્યકર્તા મોકલી બુથ મેનેજમેન્ટ પ્લસ કરાશે: અમિત પી. શાહ

અમદાવાદ શહેર ભાજપની કારોબારી બેઠક આજે પાલડી ટાગોર હોલ ખાતે યોજાઇ હતી. શહેર પ્રમુખ અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. શહેર કારોબારીમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેરની તમામ 16 વિધાનસભા બેઠકો જીતવા માટે રણનીતિ નક્કી કરવામાં આવશે.

રાષ્ટ્રીય કાર્યકારીણીનો સંદેશ કાર્યકર્તાઓ સુધી પહોંચાડાયો
આ બેઠકમાં શહેર પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપની પરંપરા રહી છે કે રાષ્ટ્રીય કાર્યકારણી મળ્યા બાદ શહેર કારોબારી બેઠક મળે છે. કેન્દ્ર સરકારમાંથી જે સંદેશો આવ્યો હોય તે નીચેના કાર્યકર્તાઓને લોકો સુધી પહોંચાડવાનો હોય છે તે અંગે આજે કારોબારીમાં ચર્ચા કરવામાં આવી છે. ચૂંટણીમાં જે-જે બેઠકો અને બૂથ પર માઇનસમાં બૂથ મેનેજમેન્ટ છે. તેને પ્લસ કરી અને તમામ બેઠકો જીતવા માટે આજે ચર્ચા કરવામાં આવી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, મહાનગરમાં સમાવિષ્ટ તમામે તમામ 26 વિધાનસભા બેઠકો જીતીને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ગુજરાત વિધાનસભાના 182 બેઠકો જીતવાના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા મહાનગર સંગઠન અને કાર્યકર્તાઓ સુસજ્જ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સશક્ત બન્યું છે અને વિશ્વના દેશોની યાદીમાં પ્રથમ હરોળમાં સ્થાન પામી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટે ગઈ કારોબારીથી અત્યારે આજની કારોબારી દરમિયાન કોર્પોરેશન દ્વારા થયેલ વિવિધ કાર્યોનું પ્રેઝન્ટેશન કર્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું કે વર્ષ 2022થી લઈને વર્ષ 2030 દરમિયાન આવનારા વર્ષ 2050 સુધીનું મહાનગરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરની તમામ 16 વિધાનસભા બેઠકો જીતવા માટે રણનીતિ પર ચર્ચા કરાશે.
અમદાવાદ શહેરની તમામ 16 વિધાનસભા બેઠકો જીતવા માટે રણનીતિ પર ચર્ચા કરાશે.

કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાની બુક સભ્યોને અપાઈ
આજે મળેલી રાષ્ટ્રીય કારોબારીમાં શહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ કોર્પોરેશન પ્રભારી ધર્મેન્દ્ર શાહ, સાંસદ ડો. કિરીટ સોલંકી, મંત્રી પ્રદિપ પરમાર, અમદાવાદ શહેરના તમામ હોદ્દેદારો, કોર્પોરેશનના હોદ્દેદારો તેમજ કાઉન્સિલરો બેઠકમાં હાજર રહ્યા હતા. કારોબારી બેઠકમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે તેની અલગ અલગ બુક બનાવવામાં આવી છે. તે બુક તમામ હોદ્દેદારો અને હાજર રહેલા સભ્યોને આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...