ભારતીય નાગરિકત્વ મળ્યું:અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નાગરિકતાનું પ્રમાણ પત્ર આપી રહેલા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે - Divya Bhaskar
નાગરિકતાનું પ્રમાણ પત્ર આપી રહેલા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે
  • અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા 868 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા. નવા 9 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરિકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આ 9 વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને પણ નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે.

નાગરિકતાના પ્રમાણપત્ર અને પ્રક્રિયાના ડોક્યુમેન્ટ્સ સાથે પાકિસ્તાની હિન્દુઓ
નાગરિકતાના પ્રમાણપત્ર અને પ્રક્રિયાના ડોક્યુમેન્ટ્સ સાથે પાકિસ્તાની હિન્દુઓ

7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને મળે છે નાગરિકતા
ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત વર્ષથી કોઇ પણ એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકો, લઘુમતીઓને, બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવતું હોય છે. જે સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 868 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...