તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી ગાઈડલાઈન:સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવાની ઈચ્છા હોય તેવા નાગરીકોને હવે ડોકટરની ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત નહીં રહે

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • રાજ્ય સરકાર દ્વારા સરકારી અને ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાની મંજુરી આપવામાં આવી

કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવા માટે અત્યાર સુધી ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શનની જરૂર રહેતી હતી. પરંતુ ICMRની કોવિડ ટેસ્ટની ગાઈડલાઈન પ્રમાણે હવે કોઈપણ વ્યક્તિ ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના ટેસ્ટ કરાવી શકશે. રાજ્ય સરકાર દ્વારા સરકારી અને ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાની મંજુરી આપવામાં આવી છે. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયાનુસાર ICMR ની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન અનુસાર જે નાગરીકો સ્વેચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી. આરોગ્ય સચિવે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના વિભાગોને પત્ર લખીને જાણ કરી દેવામાં આવી છે.

14,913 એક્ટિવ કેસ, 96 વેન્ટિલેટર પર, 1 લાખ 95 હજાર 365 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 80 લાખ 33 હજાર 388 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 14 હજાર 309ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4031એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 93 હજાર 938 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,913 એક્ટિવ કેસ છે, જેમાંથી 96 વેન્ટિલેટર પર જ્યારે 14,817 દર્દીની હાલત સ્થિર છે.

21 નવેમ્બરથી અત્યાર સુધી 10 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540, 26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ, 30 નવેમ્બરે 1502, 2 ડિસેમ્બરે 1512 અને 3 ડિસેમ્બરે 1540 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો