તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલકત આકારણી:બોપલ અને ઘુમાના નાગરિકોને મિલકત આકારણી મામલે પ્રશ્ન હોય તો વોટ્સએપ નંબર પર ફરિયાદ કરી શકશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બોપલ વિસ્તારની ફાઈલ તસવીર - Divya Bhaskar
બોપલ વિસ્તારની ફાઈલ તસવીર
  • કોર્પોરેશન દ્વારા વોટ્સઅપ નંબર 8866371397 જાહેર કરવામાં આવ્યો
  • આકારણી માટે ત્રણ ટીમો બનાવી, એક ટીમમાં 10 લોકો સામેલ
  • બોપલ ઘુમા વિસ્તારમાંથી અંદાજીત 18થી 20 કરોડના ટેક્સની કોર્પોરેશનને આવક થશે

બોપલ અને ઘુમા નગરપાલિકાનો અમદાવાદ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનમાં સમાવેશ થતા આ વર્ષથી ટેક્સ વિભાગ દ્વારા મિલકતની આકારણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. બોપલ અને ઘુમા રહેતા લોકોને આકારણીની કામગીરી અંગે કોઈ પ્રશ્ન હોય તો તેમના માટે અલગથી વોટ્સએપ નંબર કોર્પોરેશન દ્વારા જાહેર કરવામા આવ્યો છે. જેના તેમને જરૂરી પ્રશ્નોની માહિતી અધિકારીઓ દ્વારા મળી શકશે.

અધિકારીઓ સમીક્ષા બાદ પ્રશ્નનો ઉકેલ લાવશે
રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, બોપલ ઘુમા નગરપાલિકાની 40 હજાર જેટલી મિલકતોના આકારણીની શરૂઆત થઇ છે. જેમાં કોઈ નાગરિકને આકારણી મામલે પ્રશ્ન હોય તો સીધી જાણકારી મેળવી શકે તેના માટે અલગથી વોટ્સઅપ નંબર 8866371397 પર જાહેર કરવામાં આવ્યો છે. નાગરિકોના પ્રશ્નોની સમીક્ષા કરીને અધિકારીઓ દ્વારા તેમના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે.

આકારણી માટે 3 ટીમ બનાવાઈ
બોપલ અને ઘુમા નગરપાલિકાની આકારણી માટે ત્રણ ટીમો બનાવી છે. એક ટીમમાં 10 લોકો 30 લોકોની ટીમ આકારણી કરી રહી છે. બોપલ- ઘુમા વિસ્તારમાં 40 હજાર મિલકતો છે. આ વિસ્તારમાં કાર્પેટ બેઝ આકારણી કરવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આકારણીના માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મિલકતનું માપ લેવામાં આવશે, રેસિડેન્શિયલ છે કે કોમર્શિયલ છે, ભાડુઆત છે કે પોતાની મિલકત છે, મિલકતના ઉપયોગનો આધાર પણ લેવાશે. મિલકતનું બાંધકામ વર્ષના પુરાવાના આધારે નક્કી કરવામાં આવશે અને ટેનામેન્ટ નંબર પાડવામાં આવશે. બોપલ ઘુમા વિસ્તારમાંથી અંદાજીત 18થી 20 કરોડના ટેક્સની આવક થશે.

અન્ય સમાચારો પણ છે...