• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Citizens Of Ahmedabad City Who Got First Rank In Cleanliness In 10 Mega Cities Of The Country Are Not Aware About Cleanliness: AMC BJP Rulers

ઘરે ઘરે ડસ્ટબીન મળશે:દેશના 10 મેગા સીટીમાં સ્વચ્છતામાં પહેલો રેન્ક મેળવનાર અમદાવાદ શહેરના નાગરિકોમાં સ્વચ્છતા મામલે જાગૃતિ નથી: AMC ભાજપ શાસકો

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોમાં સ્વચ્છતાની જાગૃતિ લાવવા માટે ઘરે ઘરે હવે બે ડસ્ટબીન આપવામા આવશે

સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં દેશના 10 મેગાસીટીમાં 40 લાખની વસ્તીની કેટેગરીમાં સ્વચ્છતા મામલે પહેલો રેન્ક મેળવવામાં જે નાગરિકોએ સાથ સહકાર આપ્યો અને શહેરમાં સ્વચ્છતા મામલે ફીડબેક આપ્યા હતા એ જ અમદાવાદીઓમાં સ્વચ્છતા મામલે જાગૃતિ ન હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો કહી રહ્યાં છે. ભાજપના મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટએ આજે સ્ટેન્ડિગ કમિટિ બાદ જણાવ્યું હતું કે, શહેરમાં સ્વચ્છતા જળવાય અને લોકોમાં કચરા નાખવા બાબતે જાગૃતિ આવે તેના માટે દરેક ઘરમાં બે ડસ્ટબીન આપવામાં આવશે. SBRની ગ્રાન્ટમાંથી 16 લાખ જેટલા ઘરોમાં આ ડસ્ટબીન આપવામાં આવશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં નાગરિકોને ડસ્ટબીન આપવાનું કામ મંજુર કરવામાં આવ્યું હતું. કરોડોના ખર્ચે હવે એકની જગ્યાએ બે ડસ્ટબીન સૂકો અને ભીનો કચરો અલગ આપવા માટે ત્રણ એજન્સીઓને કોન્ટ્રાકટ આપવામાં આવશે.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિ બાદ મેયર કિરીટ પરમાર અને ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં 10 મેગા સીટીમાં સ્વચ્છતા મામલે પહેલો નંબર મેળવ્યો એ ગર્વની બાબત છે પરંતુ નાગરિકોમાં સૂકો અને ભીનો કચરો જે અલગ આપવામાં આવતો નથી. નાગરિકોમાં આ સ્વચ્છતા જાળવવા મામલે જાગૃતિ લાવવા બે ડસ્ટબીન આપવામાં આવશે. લોકો સૂકો અને ભીનો કચરો ભેગો કરી ડોર ટુ ડોરમાં આપે છે. લોકો રોડ પર કચરો નાખતા હોવાથી ગંદકી ફેલાય છે.

શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં ફીડબેક આપી પહેલા રેન્ક મેળવવા માટે અમદાવાદના લોકોએ સહયોગ આપ્યો છે તેઓને જાગૃતિ લાવવાની વાત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો કરી રહ્યા છે પરંતુ ખુદ કોર્પોરેશન જ શહેરમાં સફાઈ યોગ્ય રીતે ન કરતું હોવાની ફરિયાદ અનેકવાર ઉઠી છે. શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે. સિલ્વર ટ્રોલીની નીચે પણ કચરો પડ્યો હોય છતાં તેને દૂર કરવામાં આવતો નથી. સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાના પૈસામાંથી કરી રહ્યું છે છતાં સ્વચ્છતા દેખાતી નથી અને પ્રથમ રેન્ક મળે છે તેના પર પણ સવાલ ઉભા થયા છે. વર્ષ 2012, 2015 અને 2018માં પણ આ ડસ્ટબીનનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ તેને ખાસ સફળતા મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...