તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ટરનેશનલ પિકનિક ડે:વન ડે પિકનિક માટે અમદાવાદના શહેરીજનો અજાણ્યા સ્થળે જઈ રહ્યા છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોજાલીની રોઝ-રોઝી દરગાહ ઐતિહાસિક સ્થળ. - Divya Bhaskar
સોજાલીની રોઝ-રોઝી દરગાહ ઐતિહાસિક સ્થળ.
  • ફેમિલી ટુવાટીંબા, ધુવારણ બીચ, હિંગોળગઢ જેવા કુદરતી સ્થળો પર 100-150 કિમી. દૂર જવાનું પસંદ કરે છે
  • શહેરીજનો પિકનિક માટે જાણીતા સ્થળો ઉપરાંત નવા સ્થળો એક્સ્પ્લોર કરી રહ્યાં છે,જે પિકનિક સ્પોટ અમદાવાદથી 100-150 કિલોમીટરના અંતરે છે

પોલોફોરેસ્ટ,ઝાંઝરી વોટરફોલ. નળ સરોવર, થોળ લેક અને અડાલજની વાવ જેવા સ્થળો અમદાવાદીઓ માટે ઓલટાઇમ ફેવરેટ વીકેન્ડ પિકનીક ડેસ્ટિનેશન રહ્યા છે. પરંતુ આ સ્થળની સાથે સાથે હવે અમદાવાદીઓ પિકનિક માટે નવા સ્થળો એક્સ્પ્લોર કરી રહ્યાં છે, જે પિકનિક સ્પોટ અમદાવાદથી આશરે 100થી 150 કિમીની અંતરે આવેલા છે.

અમદાવાદ શહેરની આસપાસ માત્ર 2 કલાકના ડ્રાઇવ કરીને લોકો ખંભાતનો ધુવારણ બીચ, હિંગોલગઢ, ટુવાટીંબા, મહેસાણા પાસેનું તારંગા હિલ, દસાડા પાટડી જેવા સ્થળો પર વીકેન્ડ પિકનિક પ્લાન કરતા જોવા મળી રહ્યા છે. સિટીભાસ્કરે પિકનીક ડે નિમિતે શહેરીજનો સાથે આ નવા પિકનીક સ્પોટ અંગે વાતચીત કરી હતી.

તારંગા હિલ્સ ડેસ્ટિનેશન સાથે રસ્તો પણ જોવાલાયક
અમિધારા તન્નાએ કહ્યું- અમદાવાદથી 130-40 કિલોમીટર દૂર મહેસાણા પાસે આવેલ તારંગા હિલ અને તેની આસપાસ આવેલ રિંછડા, સુદાસણા, ખેરાલુ ખરેખર જોવાલાયક સ્થળો છે. વન ડે પિકનિક માટે આ જગ્યા ખરેખર જોવાલાયક સ્થળ છે.

કચ્છનું નાનું રણ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી માટે બેસ્ટ
પીકે પ્રથમે જણાવ્યું અમદાવાદથી 100 કિલોમીટર આવેલ દસાડા રણ વાઈલ્ડ લાઇફ અને ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. પાટડી પાસે આવેલ દસાડા, ઝૈનાબાદ, ઝિંઝુવાડિયા, બાજનાથી કાયદાકીય મંજુરી લઈ આ વાઈલ્ડ લાઇફ સેન્ચુરીમાં એેન્ટ્રી મેળવી શકાશે.

ટુવાટીંબા હોટ સ્પ્રિંગ્સ માટે સૌથી વધારે જાણીતું
હાર્દી પટેલે કહ્યું- મહીસાગર પાસે આવેલ ટુવાટીંબા હોટ સ્પ્રિંગ્સ વિશે ત્યાંની આસપાસનાં લોકો વધારે જાણીતા છે. અમદાવાદથી આશરે 110 કિલોમીટર દૂર છે ત્યાં જ્યાં જતા લોકો બાલાસિનોર ડાયનાસોર ફોસિલની પણ મુલાકાત લઈ શકાય છે.

હિંગોળગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી આહલાદક
હર્ષ પટેલે જણાવ્યું કે, અમદાવાદથી 150 કિમી દૂર આવેલ હિંગોળગઢ તેનાં હેરિટેજ પેલેસિસ માટે જાણીતું છે, તે ઉપરાંત ત્યાં વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને વિન્ડમીલ પણ છે. જે વિન્ડમીલ પાસે જવાની પરવાનગી નથી પણ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીને એક્સપ્લોર કરી શકાય છે.

ધુવારણ બીચ સુધીનો ટ્રાવેલિંગનો અનોખો અનુભવ
રિશી પટેલે કહ્યું ખંભાતનાં ધુવારણ બીચ તરફ જતા 100 કિલોમીટરનો ટ્રાવેલિંગ અનુભવ અનોખો છે. બીચ પર પહોંચતા એક જુદા પ્રકારની શાંતિનો અહેસાસ થશે. ધુવારણ બીચની સાથે સાથે ખંભાતનાં અખાતની મુલાકાત પણ લઈ શકાય છે.

સોજાલીની રોઝ-રોઝી દરગાહ ઐતિહાસિક સ્થળ
રવિ ઠક્કરે જણાવ્યું અમદાવાદથી ફક્ત 30 કિલોમીટર દૂર આવેલ સોજાલી પાસે આવેલ રોઝ રોઝી દરગાહ અને તેની આસપાસ આવેલ નાનું જંગલ પિકનિક માટે બેસ્ટ જગ્યા છે. રોઝ રોઝી દરગાહ ઐતિહાસિક જગ્યા છે. ખાસ ચોમાસામાં આ જગ્યાનું સૌંદર્ય અનેરું હોય છે.

અન્ય સમાચારો પણ છે...