તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જમાલપુર સર્કલ, શાકભાજી માર્કેટને કારણે ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન છે શહેરીજનો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વમાંથી પશ્ચિમમાં રોજગાર માટે જતાં લોકો વાયા ગીતામંદિર, જમાલપુર થઈને જાય છે, જે તમામ હેરાન થાય છે
  • એસ.ટી બસો અને ખાનગી વાહનો માટે અહીં ટ્રાફિક નિયમન જરૂરી બન્યું છે

અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં લાખો શહેરીજનો ધંધા રોજગાર માટે જાય છે તેમાં મોટા ભાગના લોકો વાયા ગીતામંદિરથી જમાલપુર થઈને જાય છે. જમાલપુર ઓવરબ્રિજ નીચે સવારે 5 વાગ્યાથી શાકભાજીનું માર્કેટ લાગી જાય છે જેથી અવર જવર માટે તકલીફ પડે છે તો બીજી તરફ ઓવરબ્રિજ પર પણ વાહનોનો ખડકલો થઈ જાય છે જેથી કરીને પસાર થતાં લોકોને મુશ્કેલી પડે છે. સવારે-સાંજે બંને સમયે અહીં ટ્રાફિક જામની સમસ્યા રહે છે. આ જ રોડ પરથી એસટી બસો પણ સૌરાષ્ટ્ર તરફ અવર જવર કરતી હોય છે તેમજ પ્રાઈવેટ વાહનો માટે પણ આ મહત્વનો રોડ છે ત્યારે શાકમાર્કેટને બીજી તરફ ખસેડવું જોઈએ તેવી માગ ઉઠી છે.

જમાલપુર શાક માર્કેટને બીજે શિફ્ટ કરવું જરૂરી થઈ ગયું છે
જમાલપુરમાં પિક અવર્સમાં અને સાંજે ઓ‌વરબ્રિજની નીચે અને ઉપર બંને તરફ ટ્રાફિક જામ થઈ જાય છે. અત્યારે અહીં જે શાકમાર્કેટ છે તેને કારણે આ સમસ્યા વર્ષોથી છે. આ માર્કેટને જો બીજે શિફ્ટ કરાય તો પૂર્વ વિસ્તારમાંથી ધંધા રોજગાર માટે જમાલપુર થઈ પશ્ચિમમાં જતાં લોકોને રાહત રહે. અમારા જેવાને રોજ સવારે અ્ને સાંજે અડધો કલાક વધારે બગડે છે. -જિતેન્દ્ર પટેલ,મણિનગર

જેમને શાકભાજી લેવાના ન હોય તે લોકો પણ અહીં ફસાય છે
ગીતામંદિર થઈ પાલડી તરફ જઈએ એટલે જેમને શાકભાજી લેવા ન જવાનું હોય તેમને પણ ટ્રાફિકમાં ફસાવું પડે છે. ઓવરબ્રિજની ઉપર પણ વહેલી સવારે ટ્રકો અને બીજા પ્રાઈવેટ વાહનોનો ખડકલો થઈ જાય છે. આ માર્કેટને જો બીજે લઈ જવાય તો આ રોડ ખૂલ્લો થઈ જાય અને અવર જવરમાં પણ કોઈ સમસ્યા ન રહે. -રિયા મોદી,પૂર્વના રહિશ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો