ફાયર સ્ટેશન નજીક અકસ્માત:એરપોર્ટ પર પિલર અને ઝાંપો તૂટી પડતાં CISF જવાનને ઇજા; સહકર્મીઓએ જવાનના પગ પરથી ઝાંપો દૂર કરી 108ને ફોન કર્યો હતો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ પર અકસ્માતમાં CISF જવાનને ઈજા થતા તેમને પ્રાથમિક સારવાર અપાઈ હતી. - Divya Bhaskar
એરપોર્ટ પર અકસ્માતમાં CISF જવાનને ઈજા થતા તેમને પ્રાથમિક સારવાર અપાઈ હતી.

અમદાવાદ એરપોર્ટ પર ફાયર સ્ટેશન નજીક પિલર અને લોખંડનો ઝાંપો અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં CISF જવાન ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ લઈ જવાયો હતો.

અમદાવાદ એરપોર્ટના ફાયર સ્ટેશન નજીક રનવે તરફ જવા માટે એક મોટો ઝાંપો આવેલો છે, જ્યાંથી જરૂરિયાત મુજબ ફાયર બ્રિગેડની ગાડીઓ તેમ જ અન્ય વાહનો અવર જવર કરી શકે છે. આ ઝાંપા પરથી બહારના લોકો રનવે સુધી ન જાય તે માટે ત્યાં સીઆઈએસએફ જવાનોનો પોઈન્ટ મુકવામાં આવ્યો છે.

ગુરૂવારે સવારે લગભગ 11 વાગે ત્યાં સીઆઈએસએફ જવાન ફરજ પર હાજર હતો ત્યારે જ અચાનક પિલર અને ઝાંપો તૂટી પડ્યા હતાં, જે સીઆઈએસએફ જવાન પર પડતા તેમને ઈજા થઈ હતી. જો કે આ ઘટના જોઈ ત્યાં અન્ય કર્મચારીઓએ દોડી આવી ઇજાગ્રસ્ત સીઆઈએસએફ જવાનના પગ પરથી ઝાંપો દૂર કર્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને બોલાવતા, 108 ત્યાં આવી પહોંચતા જવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ સીઆઈએસએફ જવાનની ત્વરિત સારવાર કરી હતી. જવાનને પગમાં ઇજા થઈ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...