તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાશકારો:રાજસ્થાનમાં સર્જાયેલા સરક્યુલેશનથી બે દિવસ ગરમીથી રાહત મળવાની વકી

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો

રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમી વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાતાં અમદાવાદ સહિત અન્ય શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે છતાં ગરમી યથાવત્ રહી હતી. 41.2 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર રહ્યું હતું.

હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં વહેલી સવારે ઠંડા પવન ચાલુ રહેતાં અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 40.4 ડિગ્રી અને લઘુત્તમ 1.7 ડિગ્રી વધીને 24.7 ડિગ્રી નોંધાયું હતું, જેને લીધે બપોર પછી ગરમ પવનનું પ્રમાણ વધતાં ગરમીમાં વધારો થયો હતો.

સાઈક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઘટ્યો હતો. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. પરંતુ ગરમ પવનને કારણે રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહ્યું હતું. જો કે, આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીનું જોર ઘટવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અઠવાડિયા પછી ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

કયાં કેટલી ગરમી?

અમદાવાદ40.4
અમરેલી41.2
સુરેન્દ્રનગર40.7
ભુજ40.5
રાજકોટ40.3
વડોદરા40
ગાંધીનગર40
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો