તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્થતંત્ર:GDPનો વૃદ્ધિદર વધીને 9.5 ટકા થવા CIIનો આશાવાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાટા સ્ટીલ લિમિટેડના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર ટીવી નરેન્દ્રને વર્ષ 2021-22 માટે પ્રમુખ સીઆઈઆઈનો કાર્યભાર સંભાળ્યો હતો. વર્ષ માટે સીઆઈઆઈ અર્થતંત્ર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, કોરોના મહામારી બાદ અર્થતંત્રને ફરી રાબેતા મુજબ કરવામાં સરકાર સમક્ષ રૂ.3 લાખ કરોડની ડિમાન્ડ કરી છે. દેશની ઇન્ડસ્ટ્રી 9.5 ટકાના જીડીપી ગ્રોથ સાથે કામ કરે તે માટે સરકારે પાસે કેટલીક મદદ માંગી છે.

કોન્ફિડ્રેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)ના પ્રમુખ તરીકે ટાટા સ્ટીલ લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેકટર ટી.વી. નરેન્દ્રને કાર્યભાળ સંભાળ્યો હતો. સીઆઇઆઇ ગુજરાતના ચેરમેન વિનોદ અગ્રવાલ અને નરેન્દ્રએ સંયુકતપણે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, સીઆઈઆઈએ દેશના કુલ જીડીપી વર્તમાન નાણાકીય વર્ષમાં 9.5 ટકાની વૃદ્ધિ થવાની સંભાવના છે. એપ્રિલથી જૂન મહિના દરમિયાન કોવિડના કારણે સૌથી વધારે કર્મચારીઓને અસર થઇ છે. પરંતુ જો સરકાર પોઝિટિવ પગલા લે તો ઇન્ડસ્ટ્રી 9.5 ટકાનો જીડીપી હવે પછીના મહિનામાં જાળવી રાખશે. તેમણે કહ્યું, ‘સીઆઈઆઈ ની માગ છે કે, દેશની ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે 3 લાખ કરોડનું નાણાકીય બુસ્ટ આપવાની તાતી જરૂર છે. ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કિમમાં વધારો કરી રૂ.5 લાખ કરોડ રૂપિયા કરવામાં આવવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...