તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CID ક્રાઈમ સામે આરોપ:બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ વસ્તુઓ પકડવા સક્રિય થયેલ CID ક્રાઈમ જ સિઝ કરેલ માલ પોતાના અંગત કામે લઈ જતા CCTV સામે આવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
CCTV સામે આવતાં CID ક્રાઈમના અધિકારીઓની કામગીરી વિરૂદ્ધ સવાલો ઉભા થયા
 • રેડ કરવામાં આવેલા અધિકારી પાસે આઇ કાર્ડ માંગતા તેઓ રિવોલ્વર જોવાનું કહે છે: વેપારીઓ
 • CID ક્રાઇમનો સ્ટાફ જીન્સના પેન્ટ,ટી શર્ટ, બેલ્ટ સહિતની ચીઝ વસ્તુઓ પોતાની ગાડીમાં લઈ ગયા

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં બ્રાન્ડેડ કંપનીની બનાવટી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ પર CID ક્રાઈમની ટીમોએ દરોડા પાડી કાર્યવાહી શરૂ કરી છે ત્યારે વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે પોતાના કારનામાનો પર્દાફાશ ના થાય તે માટે પોલીસ રેડ કર્યા બાદ તુરંત જ CCTV કેમેરા બંધ કરાવી દે છે અને રૂપિયા પડાવે છે. પોલીસકર્મી ચૌધરીએ 10 લાખની માગ કરી અને રૂ. 2 લાખમાં સેટીંગ કર્યું હતું. આ મામલે વેપારીઓએ એસીબીમાં પણ રજૂઆત કરી છે. બીજી બાજુ રેડ કરવા આવેલ CID ક્રાઈમની કામગીરી વિરૂદ્ધ સવાલો ઉભા થઈ રહ્યાં છે. CID ક્રાઈમ જ સિઝ કરેલ માલ પોતાના અંગત કામે લઈ જતા સીસીટીવી સામે આવ્યા છે. જેમાં કલોલમાં 28 જાન્યુઆરી થયેલ રેડમાં સીઆઇડી ક્રાઇમનો સ્ટાફ જીન્સના પેન્ટ,ટી શર્ટ, બેલ્ટ સહિતની ચીઝ વસ્તુઓ પોતાની ગાડીમાં લઈ ગયા હોવાનું જાણવા મળે છે.

CCTVના આ દ્રશ્યમાં દુકાનમાંથી કોઈ વ્યક્તિ હાથમાં બે થેલી લઈને જતી દેખાય છે
CCTVના આ દ્રશ્યમાં દુકાનમાંથી કોઈ વ્યક્તિ હાથમાં બે થેલી લઈને જતી દેખાય છે

તે ઉપરાંત કોપી રાઈટની રેડ દરમિયાન પોલીસ પરેશાન કરતી હોવાના આરોપના પગલે ACB ડાયરેક્ટર કેશવકુમારે વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તપાસ અર્થે વેપારીઓ પાસેથી પુરાવા મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેપારીઓના આક્ષેપ બાદ CID ક્રાઈમના અધિકારીઓ મૌન સેવતા અનેક સવાલો ઉભા થયાં છે. વેપારીઓએ ACBની તપાસમાં ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી છે. અમદાવાદના ધી કાંટા, ગીતા મંદિર અને કલોલના વેપારીઓએ ACBમાં ફરિયાદ પણ કરી છે.

CIDના અધિકારીઓ રેડ કરે કે તરત જ CCTV કેમેરા બંધ કરાવી દેવામાં આવે છે
CIDના અધિકારીઓ રેડ કરે કે તરત જ CCTV કેમેરા બંધ કરાવી દેવામાં આવે છે

આઈકાર્ડ જોવા માગે તો રિવોલ્વર જોવા કહેતા હોવાનો વેપારીઓનો આરોપ
છેલ્લા કેટલાક સમય થી અમદાવાદ સહિત અનેક શહેરોમાં દ્વારા બ્રાન્ડેડ કંપનીની બનાવટી વસ્તુઓનું વેચાણ કરતા વેપારી ઓને ત્યાં દરોડા પાડવામા આવ્યા છે. જો કે રેડમાં CIDના અધિકારીઓ દ્વારા વેપારીઓને પરેશાન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે, સૌપ્રથમ તો રેડ કરવામાં આવેલા અધિકારી પાસે આઇ કાર્ડ માંગતા તેઓ રિવોલ્વર જોવાનું કહે છે. એટલું જ નહિ રેડ કરે કે તરત જ CCTV કેમેરા બંધ કરાવી દેવામાં આવે છે.

પોલીસે પરફ્યુમ અને બેલ્ટ સહિતનો માલ પડાવી લીધો હતો હોવાનો વેપારીનો આક્ષેપ
પોલીસે પરફ્યુમ અને બેલ્ટ સહિતનો માલ પડાવી લીધો હતો હોવાનો વેપારીનો આક્ષેપ

વેપારી અશ્વિન પટેલનો આક્ષેપ છે કે, પોલીસે પરફ્યુમ અને બેલ્ટ સહિતનો માલ પડાવી લીધો
વેપારીએ જણાવ્યું હતું કે, પોલીસે પરફ્યુમ અને બેલ્ટ સહિતનો માલ પડાવી લીધો હતો. જો કે આ પહેલા પણ તેઓએ અનેક જગ્યાએથી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. વેપારીઓનું કહેવું છે કે, રેડ કરે કે તરત જ સીસીટીવી બંધ કરાવી દેવામાં આવે છે, જેથી તેમની કરતૂતો કેમેરા કેદ થઈ શકતી નથી. એટલું જ નહીં દુકાનમાં રહેલા માલ ડુપ્લિકેટ છે કે કેમ તેની પણ ખરાઈ કરવામાં આવતી નથી અને જે મુદ્દામાલ પંચનામુ કરીને જમા કરવામાં આવે છે તે પણ બરોબરી પોતાના પર્સનલ ઉપયોગ માટે ગાયબ થઈ જતો હોવાનો આરોપ વેપારીઓએ લગાવ્યો છે.

ચારથી પાંચ દુકાનોમાંથી DVR લેવા પોલીસમાં અરજી કરાઈ પણ મળ્યા ન હોવાનો આરોપ
જ્યારે નવેમ્બર મહિનામાં સી આઇ ડી ક્રાઇમ દ્વારા ગીતા મંદિર મોબાઈલ એસેસરીઝની દુકાનોમાં રેડ કરવામાં આવી હતી. જ્યાંથી ચારથી પાંચ દુકાનોમાંથી DVR લઈ જવામાં આવ્યા છે. જે પરત મેળવવા માટે વેપારીઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ અરજી કરી છે. પરંતુ હજી સુધી તેનો કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી.

CID ક્રાઇમના પીઆઇ શિલ્પા ચૌધરીએ રૂ. 2 લાખનો તોડ કર્યાનો વેપારીઓનો આરોપ
CID ક્રાઇમના પીઆઇ શિલ્પા ચૌધરીએ રૂ. 2 લાખનો તોડ કર્યાનો વેપારીઓનો આરોપ

વેપારીઓ રજૂઆત લઈને ACB ઓફિસ પણ પહોંચ્યા હતાં
સીઆઇડી ક્રાઇમના પીઆઇ શિલ્પા ચૌધરી, PSI એ.એસ.પાટીલ, ASI વી.એમ ચૌધરી સામે વેપારીઓનો આક્ષેપ છે કે, કોપીરાઇટ્સના નામે ધમકી આપીને હેરાનગતિ કરવામાં આવી રહ્યા છે. આ વેપારીઓ આજે આ તમામની રજૂઆત લઈને ACB ઓફિસ પણ પહોંચ્યા હતા. જ્યાં તેમને યોગ્ય કાર્યવાહી કરવા માટેનું પણ મૌખિક આશ્વાશન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો