પાદરીનો દુરાચાર:અમદાવાદની સગીરાને પ્રેમજાળમાં ફસાવી નગ્ન વીડિયો ઉતાર્યા, જબરજસ્તી ખ્રિસ્તી ધર્મ અપનાવવા કહ્યું

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી ગુલાબચંદ રબારી કોલોનીમાં આવેલા ક્લેશીયા ચર્ચના પાદરી છે - Divya Bhaskar
આરોપી ગુલાબચંદ રબારી કોલોનીમાં આવેલા ક્લેશીયા ચર્ચના પાદરી છે
  • રબારી કોલોનીમાં આવેલા ક્લેશીયા ચર્ચના પાદરી સામે રામોલની સગીરાએ ફરિયાદ નોંધાવી
  • પાદરીએ સગીરાને કિસ કરતો ફોટો મોકલી આપી અને આઈ લવ યુ પણ કહ્યું હતું

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક સગીરાને રબારી કોલોનીમાં આવેલા ક્લેશીયા ચર્ચના પાદરીએ પ્રેમજાળમાં ફસાવી હતી. વીડિયો કોલ મારફતે સગીરાના નગ્ન ફોટો મેળવી લીધા હતા. બાદમાં સગીરાને જબરદસ્તી ખ્રિસ્તી ધર્મ અપનાવવા કહ્યું હતું. પાદરીએ સગીરાના દૂરના કાકાને આ વીડિયો મોકલી દીધા હતા. જેથી સમગ્ર હકીકત બહાર આવતાં સગીરાએ માતા-પિતાને જાણ કરી હતી. સગીરાની પોલીસ ફરિયાદના આધારે અમરાઇવાડી પોલીસે પાદરી ગુલાબચંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ધો.11માં અભ્યાસ કરતી સગીરાને પાદરી ધમકીઓ આપતો હતો
અમરાઇવાડીમાં 16 વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે અને ધો.11માં અભ્યાસ કરે છે. 25 ડિસેમ્બર 2019ના રોજ પાડોશમાં રહેતી મહિલા સાથે રબારી કોલોની ખાતે આવેલા કલેશિયા ચર્ચમાં ગઈ હતી. ચર્ચના પાદરી ગુલાબચંદે આ સગીરા સાથે વાતો કરી અને તેના માતા પિતાને પણ ચર્ચમાં લાવવાનું કહ્યું હતું. જોકે સગીરાએ ઘરે આ બાબતે કોઈ જાણ કરી ન હટીમ થોડા દિવસો બાદ ગુલાબચંદના ભત્રીજાનો સગીરાના પિતા પર ફોન આવ્યો અને ચર્ચમાં બોલાવ્યા હતા. એક મહિના બાદ સગીરા માતા-પિતા સાથે ચર્ચમાં ગઈ હતી. ગુલાબચંદ સગીરાના ઘરે પણ આવ્યો હતો. થોડા દિવસ બાદ સગીરાના ઘરે ગુલાબચંદ તેના ભત્રીજાઓ સાથે આવીને ઢોલ નગારા સાથે ભજન પણ કરી ગયો હતો.

પાદરી વીડિયો કોલમાં કપડા ઉતારવાનું કહેતો હતો
સગીરાના પિતાના ફોન પર આ ગુલાબચંદ ફોન કરતો હતો. કિસ કરતો ફોટો મોકલી આપ્યો અને આઈ લવ યુ પણ કહ્યું હતું. વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી હતી અને તેનો પીછો પણ કરતો હતો. સગીરા એકલી હોય ત્યારે તેને વીડિયો કોલમાં કપડા ઉતારવાનું કહેતો હતો. જો નહિ આપે તો બદનામ કરવાની ધમકી આપતો હતો. ગુલાબચંદ સગીરાને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું પણ કહેતો હતો.

પોલીસે આરોપી પાદરીની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અઠવાડિયા પહેલા સગીરાના દૂરના કાકાને ગુલાબચંદે સગીરાના નગ્ન ફોટો મોકલ્યા હતા. જે બાબતે સગીરાએ તેના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. બે- ત્રણ દિવસ બાદ ફરી ફોટો મોકલ્યા હતા. રામોલ પોલીસે આરોપી પાદરીની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...