તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AAPનું પ્રદેશ કાર્યાલય:ક્રિશ્ચયન પરિવારનો વર્ષો જૂનો બે માળનો બંગલો 11 મહિનાના કરારથી ભાડે રાખ્યો, દર મહિને પાર્ટી 60000 ભાડું ચૂકવશે

અમદાવાદ3 મહિનો પહેલા
આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય
  • 1 જૂન 2021થી મે 2022 સુધીના કરાર પર બંગલો ભાડે લેવામાં આવ્યો
  • પ્રદેશ કાર્યાલયના નીચેના માળે બે ઓફિસ બનાવવામાં આવી છે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ અમદાવાદમાં પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢીને પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રદેશ કાર્યાલય અમદાવાદના નવરંગપુરાના બાટા શો-રૂમ પાછળ આવેલી ગલીમાં આવેલા બંગલો નંબર-3માં બનાવવામાં આવ્યું છે. DivyaBhaskarની ટીમે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અંગે માહિતી મેળવી છે. આમ આદમી પાર્ટીએ નવા પ્રદેશ કાર્યાલય માટેનો બંગલો મહિને રૂ. 60000ના ભાડે લીધો છે.

આપના સેક્રેટરીના નામે ભાડા કરાર થયો
11 મહિના અને 29 દિવસના ભાડા કરાર પર બે માળનો (ગ્રાઉન્ડ+ફર્સ્ટ ફ્લોર) બંગલો ભાડે લેવામાં આવ્યો છે. જે આમ આદમી પાર્ટીના સેક્રેટરી જયદીપ પંડ્યાના નામે ભાડા પર લેવામાં આવ્યો છે.

આપના પ્રદેશ કાર્યાલયમાં ઉપસ્થિત આપના કાર્યકરો
આપના પ્રદેશ કાર્યાલયમાં ઉપસ્થિત આપના કાર્યકરો

1345 સ્કવેર ફૂટમાં ફેલાયેલું પ્રદેશ કાર્યાલય
આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયના લિવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ મુજબ મૂળ ગોવામાં રહેતા ફોલોમેના ડિસુઝા અને ડેરીયલ ડિસુઝાનો આ બંગલો છે. 1 જૂન 2021થી મે 2022 સુધીના કરાર પર દર મહિને રૂ. 60000ના ભાડે બંગલો લેવામાં આવ્યો છે. 125 સ્કવેર મીટર(1345 સ્કવેર ફૂટ)નો બે માળનો (ગ્રાઉન્ડ+ફર્સ્ટ ફ્લોર) બંગલો હવે પાર્ટી કાર્યાલય બની ગયું છે.

આપના કાર્યાલય
આપના કાર્યાલય

ઈટાલિયા અને ઈસુદાનની ઓફિસ સામ સામે
પ્રદેશ કાર્યાલયના નીચેના માળે બે ઓફિસ બનાવવામાં આવી છે. આ બે ઓફિસ સ્ટેટ સેક્રેટરી જયદીપ પંડ્યા અને મીડિયા કન્વીનર તુલી બેનર્જીની ઓફિસ છે. જ્યારે પહેલા માળે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીની સામ સામે ઓફિસ બનાવવામાં આવી છે. પાર્ટી ઓફિસ ભાડે લીધા અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરાઈ છે.

ઉદઘાટનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા
નવરંગપુરા ખાતેના આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું અરવિંદ કેજરીવાલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન કાર્યક્રમમાં કેજરીવાલની સાથે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ હાજર હતા. સાથે જ અમદાવાદના પણ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ભીડ જોવા મળી હતી.