તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ચોટીલાની સરકારી કોલેજ હવે મેઘાણીના નામે ઓળખાશે

અમદાવાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત સરકારનો સ્તુત્ય નિર્ણય

મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષની ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત જન્મભૂમિ ચોટીલા સ્થિત સરકારી વિનયન કોલેજનું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિનયન કોલેજ તરીકે નામકરણનો ગુજરાત સરકાર દ્વારા સ્તુતીય નિર્ણય કરાયો છે. આ પંથકમાં શિક્ષણક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી આ કોલેજની સ્થાપના 2012માં થઈ છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી તથા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર માન્યો છે. લોકગાયક અભેસિંહ રાઠોડ, કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, કોલેજના પ્રાચાર્ચ ડૉ. સી. બી. બાલસએ લાગણીથી પ્રેરાઈને નામકરણ અંગે સવિશેષ પ્રયાસો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો