પ્રવેશ કમિટીએ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપથી સહિતની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ, સેલ્ફ ફાઇનાન્સ સહિતની 13581 બેઠકો પરની બીજા રાઉન્ડની ઓનલાઇન ચોઈસ ફિલિંગ માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે, જે અંતર્ગત 21 નવેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડ માટેનું ચોઈસ ફિલિંગ કરાવી શકશે. 21 નવેમ્બર રાત્રે 12 કલાક સુધીમાં ઉમેદવારો દ્વારા ભરેલા ચોઇસ ફિલિંગની જાહેરાત કરાશે. આ પ્રવેશ કાર્યવાહીમાં 16 નવેમ્બર સુધીમાં 5566 વિદ્યાર્થીએ ઓનલાઈન કન્સેન્ટ આપી છે. જ્યારે 3857 વિદ્યાર્થીએ ચોઈસ ભરી છે.
જ્યારે 3663 વિદ્યાર્થીએ ચોઈસ લોક કરી છે. પ્રવેશ પ્રક્રિયા અંગેની માહિતી મેડિકલની પ્રવેશ કમિટી વેબસાઈટ www.medadmgujarat.org પર મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને મૂૂંઝવણ માટે પ્રવેશ સમિતિ દ્વારા ટેલિફોન અને ઇમેઇલ દ્વારા medadmgujarat2018@gmail.com સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતિની વેબસાઇટ નિયમિત રીતે જોવા માટે જણાવવામાં આવ્યું છે.
ઓલ ઇન્ડિયા ક્વોટાની 15% બેઠકો ભરાશે
વર્ષ 2022-23 માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપથીની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ, એસએફઆઈ કોલેજોની, સરકારી, મેનેજમેન્ટ, એનઆરઆઈ બેઠકો, આયુર્વેદ, હોમિયોપથીની એસએફઆઈ કોલેજોની 15 ટકા ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો પર ચોઈસ ફિલિંગ કાર્યવાહી થશે.
વર્ષ 2022-2023 માટેની બેઠકોની વિગતો | |||||
કોર્સ | ઓલ ઇન્ડિયા ક્વોટા | ગવર્નમેન્ટ ક્વોટા | મેનેજમેન્ટ ક્વોટા | NRI ક્વોટા | કુલ |
મેડિકલ | 285 | 4796 | 288 | 639 | 6008 |
ડેન્ટલ | 36 | 984 | 87 | 148 | 1255 |
આયુર્વેદ | 58 | 1755 | 190 | 285 | 2288 |
હોમિયોપથી | 76 | 3071 | 383 | 500 | 4030 |
કુલ | 455 | 11061 | 948 | 1572 | 13581 |
ઓલ ઇન્ડિયા ક્વોટાની 15% બેઠકો ભરાશે
વર્ષ 2022-23 માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપથીની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ, એસએફઆઈ કોલેજોની, સરકારી, મેનેજમેન્ટ, એનઆરઆઈ બેઠકો, આયુર્વેદ, હોમિયોપથીની એસએફઆઈ કોલેજોની 15 ટકા ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો પર ચોઈસ ફિલિંગ કાર્યવાહી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.