શિક્ષણ:પીજી મેડિકલમાં 2527 અને ડેન્ટલમાં 305નું ચોઈસ ફીલિંગ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10 જુલાઈ સુધીમાં ફી ભરી દેવાની રહેશે
  • આજે બપોરે 12 વાગે સીટ એલોટમેન્ટ જાહેર થશે

પીજી મેડિકલની 702 બેઠક માટે 2527 અને ડેન્ટલની 132 બેઠકો પર પ્રવેશની સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફીલિંગ કાર્યવાહીમાં 305 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ઓનલાઈન સંમતિ આપી ચોઈસ ફીલિંગ કર્યું છે. સોમવારે બપોરે 12 કલાકે સીટ એલોટમેન્ટની જાહેરાત કરવામાં આવશે. 

વિદ્યાર્થીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે હવે પછીની પ્રવેશ કાર્યવાહી અંગેની માહિતી માટે પ્રવેશ કમિટીની વેબસાઈટ જોતા રહેવી. છઠ્ઠી જુલાઈ સોમવારે સીટ એલોટમેન્ટની જાહેરાત કરાયા બાદ જે વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયું છે તેમણે પ્રવેશ કન્ફર્મ કરાવવા 10 જુલાઈ સુધીમાં ઓનલાઈન કે એક્સિસ બેન્કની નિયત શાખામાં ફી જમા કરાવીને  11મી સુધીમાં હેલ્પલાઈન સેન્ટર ખાતે પ્રમાણપત્રો સાથે રિપોર્ટિંગ કરાવાનું રહેશે. બીજા રાઉન્ડમાં ભાગ લેવા અંગેની, પ્રવેશ કન્ફર્મ કરાવવાની સૂચના, ઓલ ઇન્ડિયા ક્વોટાની ખાલી પડેલી તથા બીજા રાઉન્ડમાં ઉમેરાયેલી નવી બેઠકોની માહિતી પણ સાઈટ પર મુકાઈ છે. 

અન્ય સમાચારો પણ છે...