તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદમાં કોરોનાના કારણે અનેક લોકો આર્થિક રીતે અસરગ્રસ્ત થયાં છે. જ્યારે કેટલાક લોકો કામ નહીં મળતા બેરોજગાર બન્યાં છે અને ચોરીના રવાડે ચઢી ગયાં છે. શહેરમાં પાંજરાપોળ વિસ્તારમાં આવેલી એક કેક શોપમાં રાત્રે ચોર ઘુસી ગયો હતો. ચોરે શોપમાંથી રોકડ રૂપિયા, કેક અને મોંઘી ચોકલેટની ચોરી કરી હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ જતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ વિગત મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે.
CCTV ફૂટેજના આધારે આરોપી ઝડપાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ શહેરમાં પાંજરાપોળ સર્કલ પાસે સ્થિત ડેંગી ડમ્સ કેક શોપમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ શોપમાંથી 10 હજાર રૂપિયાની ચોરી થઈ હતી. ચોરી કરનાર ચોરે 17 હજાર રૂપિયાની કેક તથા મોંઘી ચોકલેટો પણ ચોરી લીધી હતી. કેક શોપનું તાળુ તોડીને ચોરે શોપમાંથી ચોરી કરી હતી. શોપના માલિકે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તેમજ શોપમાં સ્થિત CCTV ફૂટેજ પણ તપાસ્યા હતાં. પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી.
ચોરી કરતાં ભૂખ લાગી તો કેક પણ ખાધી
પોલીસે આરોપી ધવલ ઉર્ફે ટીંગો જાદવની ચોરી કરવાના ગુના હેઠળ ધરપકડ કરી છે. આરોપી ઘવલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તે અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. તે ઉપરાંત તે પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. કોરોનાની સ્થિતિમાં કોઈ કામ ધંધો નહીં મળતાં તેણે કેક શોપમાં ચોરી કરી હતી. પરંતુ ચોરી કરતાં ભૂખ લાગી તો તેણે કેક પણ ખાધી હતી. બાદમાં તે રોકડા રૂપિયા અને મોંઘી ચોકલેટ લઈને ફરાર થઈ ગયો હતો.
નજીકના વિસ્તારની દુકાનને જ ટાર્ગેટ કરતો
પોલીસે આરોપી ધવલને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. આરોપી મેમનગર પાસે વાળીનાથ નગરમાં રહે છે. તેણે અગાઉ અનેક ઘરફોડ અને દુકાનોને ટાર્ગેટ કરીને ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. એટલે તે નજીકના વિસ્તારની દુકાનને જ ટાર્ગેટ કરતો હોય છે. એવું તેણે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું. તે ઉપરાંત તેણે કરેલા ગુનાની કબૂલાત પણ કરી હતી. હાલ પોલીસ આરોપી પાસેથી વધુ વિગતો મેળવી રહી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.