શાળા સંચાલક મંડળની રજૂઆત:સ્કૂલોમાં ખૂટતી જગ્યા પર પ્રવાસી શિક્ષકોની ભરતી નહીં કરાય તો બાળકોના અભ્યાસ પર અસર પડી શકે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્લાસરૂમમાં શિક્ષક અને વિદ્યાર્થીઓની તસવીર - Divya Bhaskar
ક્લાસરૂમમાં શિક્ષક અને વિદ્યાર્થીઓની તસવીર
  • આગામી 13મી જૂનથી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે

13 જૂનથી સ્કૂલો શરૂ થવા જઈ રહી છે, ત્યારે સ્કૂલોમાં અગાઉ આવેલા પ્રવાસી શિક્ષકોને છુટા કરવામાં આવ્યા છે. જોકે હજુ અનેક સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે તો સ્કૂલો શરૂ થતા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી સંચાલક મંડળે માંગણી કરી છે. પ્રવાસી શિક્ષકોની ભરતી ના કરાય તો બાળકોના અભ્યાસ પર પણ અસર પડી શકે છે.

રાજ્ય શાળા સંચાલક મંડળે કમિશનર કચેરી (શાળા)ને પત્ર લખીને જણાવ્યું છે કે, શિક્ષકોની 2 વર્ષ અગાઉ ભરતી થઈ હતી. 2 વર્ષના સમયગાળા દરમિયાન અનેક શિક્ષકો નિવૃત થયા, મૃત્યુ પામ્યા, રાજીનામું આપ્યું અને વર્ગ વધારાના કારણે શિક્ષકોની ઘટ થઈ છે. શિક્ષકોની ઘટનો આંકડો મોટો છે. હજુ આગામી 6-12 મહિના સુધી શિક્ષકોની ભરતી કરવામાં આવવાની નથી. સ્કૂલના આચાર્યને પણ વહીવટી કામ સહિત અઠવાડિયામાં 15 તાસ લેવાના હોય છે.

તેમણે રજૂઆત કરી છે કે, જે સ્કૂલોમાં શિક્ષક કે આચાર્યની જગ્યા ખાલી છે ત્યાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવી જરૂરી છે. જેથી સ્કૂલો શરૂ થયા પહેલા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકો રાખવા પરવાનગી વેળાસર અપાય તે જરૂરી છે. શરૂઆતના અઠવાડિયામાં જ પ્રવાસી શિક્ષક મળી જાય તો બાળકોનું શિક્ષણ કાર્ય બગડશે નહીં અને નહીં મળે તો બાળકોના શિક્ષણ પર અસર થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...