બાળકોનું વેક્સિનેશન:અમદાવાદમાં સ્કૂલે ના જતા બાળકોને પણ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમથી શોધીને વેક્સિન અપાશે

અમદાવાદ19 દિવસ પહેલા
બાળકોનું વેક્સિનેશન
  • સ્કૂલમાંથી કોઈ કારણથી ડ્રોપ લીધો હોય તો તેવા બાળકના અગાઉના રેકોર્ડના આધારે શોધીને વેક્સિન અપાશે

આજથી 15થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનેશન શરૂ થયું છે. આજથી શરૂ થયેલા વેક્સિનેશનમાં સ્કૂલમાં ભણતા બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ જે બાળક સ્કૂલે જતું નથી અને 15થી 18 વર્ષનું હોય તે બાળક પણ વેક્સિનથી વંચિત ના રહી જાય તે માટે સરકાર દ્વારા ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમથી શોધીને વેક્સિન આપવામાં આવશે.

સ્કૂલે ન જતાં બાળકોને વેક્સિન આપવા મુદ્દે અવઢવ હતી
સ્કૂલમાં ભણતા 15થી 18 વર્ષના બાળકોને ઓળખીને તેમને વેક્સિન આપવાનું સરળ છે, પરંતું જે બાળક સ્કૂલ ના જતું હોય તેવા બાળકને વેક્સિનને લઈને પ્રશ્ન હતો, ત્યારે સરકાર દ્વારા ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા શોધીને વેક્સિન આપવામાં આવશે. આ સિસ્ટમમાં જેમ કે કોઈ બાળક અગાઉ સ્કૂલે ભણતું હોય અને સ્કૂલમાંથી કોઈ કારણથી ડ્રોપ લીધો હોય તો તેવા બાળકના અગાઉના રેકોર્ડના આધારે શોધીને વેક્સિન આપવામાં આવશે.

ટ્રેકિંગ સિસ્ટમ ઉપયોગ કરીને વેક્સિનેશન
આ અંગે અમદાવાદ DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે, 15થી 18 વર્ષના તમામ બાળકોને વેક્સિન આપવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે સ્કૂલમાં ભણતા બાળકોને સરળતાથી વેક્સિન મળી જશે. પરંતુ સ્કૂલમાં ના ભણતા હોય તેવા બાળકો માટે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના ઉપયોગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...