AMCની સ્કૂલોને સૂચના:સ્કૂલોમાં વેક્સિન લેવા આવતા બાળકોએ નાસ્તો અથવા જમીને આવવું, આધારકાર્ડ પણ સાથે જ રાખવું

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજ્યભરમાં આવતીકાલ એટલે કે 3 જાન્યુઆરી, 2022થી 15થી 18 વર્ષના 35 લાખ બાળકોનું વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે. અમદાવાદમાં 700 જેટલી સ્કૂલોમાં 2.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે પણ સ્કૂલોમાં બાળકોને વેક્સિન આપવામાં આવનાર છે તે તમામ સ્કૂલોને પત્ર લખી આગોતરું આયોજન કરવા જાણ કરી છે. વેક્સિનેશન માટે કેટલીક જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.

અમદાવાદમાં સવારે 9 વાગ્યે ચાંદખેડાની પોદાર સ્કૂલમાં મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો વેક્સિનેશન કાર્યક્રમમાં હાજરી આપશે.

  • સ્કૂલમાં વેક્સિનેશનનો સમય સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધીનો રહેશે.
  • વેક્સિનેશન માટે સ્કૂલ તરફથી વેક્સિનેશન ટીમને ત્રણ રૂમ ફાળવવાના રહેશે.
  • વેક્સિનેશન કેમ્પની તારીખ અને સમય અંગેની જાણ વિદ્યાર્થી તથા વાલીઓને અગાઉથી કરવાની રહેશે.
  • વિદ્યાર્થીઓએ વેક્સિનેશન માટે નાસ્તો કરીને અથવા જમીને આવવાનું રહેશે.
  • વિદ્યાર્થીઓએ આઈ-ડી પૂફ તરીકે આધારકાર્ડ સાથે લાવવાનું રહેશે.
  • વિદ્યાર્થીઓએ શક્ય હોય તો તેમના વાલીઓ સાથે આવવું.
  • જો કોઈ વિદ્યાર્થીને એલર્જી કે અન્ય કોઈ બીમારી હોય તો વેક્સિનેશન ટીમને અગાઉથી જાણ કરવાની રહેશે.

શાળામાં વેક્સિનેશન કેવી રીતે થશે?
શાળાઓમાં વેક્સિનેશન પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ રહી છે, આ માટે ઘણી સ્કૂલોએ અત્યારથી વાલીઓ પાસેથી સંમતિ પત્રક મગાવવાનું શરૂ કરી દીધું છે. શાળામાંથી વેક્સિને લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના 3-4 રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજીસ્ટ્રેશનની પ્રોસેસ રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે.

પુરાવા ન હોય તો મોબાઈલ નંબરથી રસી
રસીકરણ માટે 1લી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે, તેમજ ઓન ધ સાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરી શકાશે. રજીસ્ટ્રેશન સમયે આધારકાર્ડ, વાહનનું લાઈસન્સ હોય તો તેનાથી રજીસ્ટ્રેશન થશે. આવા કોઈ પુરાવા ન હોય તો પણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે કોઈ એક મોબાઈલ નંબર આપવાનો રહેશે. જેમાં માતા-પિતા, મિત્ર કે શાળાના શિક્ષક-આચાર્યનો મોબાઇલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...