તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક અદાલતનો સૌથી મોટો ચુકાદો:અમદાવાદમાં માતાનું ટ્રકની ટક્કરે મોત થતા સંતાને કોર્ટ સુધી જઈ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી 71 લાખનું વળતર વસૂલ્યું

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
માતાના ઇન્શ્યોરન્સના વળતરની રકમના ચેક સાથે દીકરો (જમણી બાજુ) - Divya Bhaskar
માતાના ઇન્શ્યોરન્સના વળતરની રકમના ચેક સાથે દીકરો (જમણી બાજુ)
  • માતાનું અકસ્માતમાં અવસાન થતા સંતાનોએ વળતર માટે ઇન્શ્યોરન્સ કંપની સામે ક્લેમ કરીને કેસ કર્યો
  • માતાના નિધનના થોડા વર્ષ પહેલા જ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી

શહેરમાં પતિના અવસાન બાદ ગુજરાન ચલાવવા ખાનગી બેંકમાં નોકરી કરતી મહિલાનું અકસ્માતમાં નિધન થઈ ગયું. જેમાં તેના સંતાનો નિરાધાર થઈ જતા તેમણે માતાનો ઇન્શ્યોરન્સ લેવા માટે કંપનીમાં ક્લેઇમ કર્યો હતો. જોકે તેમને વળતર ન મળતા ગ્રામ્ય કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં કોર્ટની હાજરીમાં બંને પક્ષોમાં સમાધાન થતા નોંધારા સંતાનોએ 71 લાખ વળતર પેટે મળ્યા હતા.

પિતા બાદ માતાનું પણ અકસ્માતમાં મોત
કેસની વિગતો મુજબ, અમદાવાદમાં રહેતા એક પરિવારમાં પિતાના અવસાન બાદ સંતાનો તેમની માતા જોડે રહેતા હતા. મહિલા ખાનગી બેકમાં નોકરી કરતી હતી, જેના થકી તે તેના પરિવારનું ગુજરાન ચલાવતી અને દીકરા તથા દીકરીને ભણાવતી હતી. એક દિવસ બેંકથી ઘરે પરત ફરતા ટ્રકે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. જેમાં મહિલાનું મોત નિપજ્યું હતું.

1.50 કરોડના ક્લેઇમની સામે 71 લાખ વળતર ચૂકવાયું
1.50 કરોડના ક્લેઇમની સામે 71 લાખ વળતર ચૂકવાયું

સંતાનોએ 1.50 કરોડના ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કર્યો
જેથી આ સંતાનોએ લાચાર અને નિરાધાર બન્યા હતા અને તેમણે ઇન્શ્યોરન્સ કંપની સામે 1.50 કરોડનો ક્લેઇમ કર્યો હતો. સાથે આ ક્લેઇમની રકમ ન મળતા તેઓએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. 2018માં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેના અનેક ટ્રાયલ કોર્ટમાં ચાલ્યા હતા. આ બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદેશ જવાની પણ કોર્ટ સમક્ષ તેમના વાલીઓએ રજુઆત કરી હતી.

કંપનીએ 71 લાખ ચૂકવી સેટલમેન્ટ કર્યું
કોર્ટે આ બાળકોને ન્યાય મળે અને યોગ્ય વળતર મળે તે માટે તેઓની અનેક દલીલો સાંભળી અને ઇન્શ્યોરન્સ કંપની પાસે જવાબ માંગ્યો હતો. જોકે લોક અદાલત દરમિયાન આ અરજદાર અને ઇન્શ્યોરન્સ કંપની વચ્ચે સમાધન થયું હતું. જેમાં ઈન્શ્યોરન્સ કંપનીએ 71,21,000 રૂપિયા વળતર પેટે આપ્યા છે. આ કેસનો નિકાલ ડિસ્ટ્રીક ઇન્ચાર્જ જજની ઉપસ્થિતિમાં બંને પક્ષને સમાધાન કરાવી કર્યોં છે.