સ્કૂલો બંધ હોવાથી ફેરફાર:12થી 14 વર્ષનાં બાળકોએ બીજા ડોઝ માટે હેલ્થ સેન્ટર પર જવું પડશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મ્યુનિ. શરૂ કરેલા વેક્સિન અભિયાનમાં 12થી 14 વર્ષના બાળકોને બીજો ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. બુધવારે પ્રથમ દિવસે 193 બાળકોને બીજો ડોઝ અપાયો હતો. હાલમાં સ્કૂલો બંધ હોવાથી બીજા ડોઝનો સમય થઈ ગયો હોય તે બાળકો નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર જઈ રસીનો બીજો લઈ શકે છે.

શહેરમાં બુધવારે કુલ 10,251 લોકોએ રસી લીધી હતી. જેમાં 1667એ પ્રથમ, 6701એ બીજો અને 1883 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો હતો. સાથે 12થી 14 વર્ષની ઉંમરના 1101 બાળકોએ પ્રથમ અને 196એ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 15થી 18 વર્ષની ઉંમરના 121એ પ્રથમ, જ્યારે 661 કિશોરોએ બીજો ડોઝ મેળવ્યો છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 કેસ નોંધાયા છે. 2 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બુધારે પણ એકેય દર્દીનું મોત થયું નથી. લૉ યુનિવર્સિટીમાં પણ એકેય કેસ ન નોંધાયો હોવાનું સત્તાવાળાનું કહેવું છે.

રસી ન બગડે તે માટે બાળકોને 10ના લૉટમાં બોલાવો
સ્ટેન્ડિંગ કમિટીમાં એ પણ ચર્ચા થઈ હતી કે, વેક્સિનની એક વાયલમાંથી 10 બાળકોને રસી આપી શકાય છે. છેલ્લા 4થી 5 દિવસથી વેક્સિન લેવા આવનારા બાળકોની સંખ્યા ઘટી છે. જેથી રસીનો ડોઝ બગડે નહીં તે માટે બાળકોના નંબર લઇને જો એક સાથે 10ના લોટમાં બોલાવીને વેક્સિન આપવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...