ગુજરાતમાં વેક્સિનેશન:રાજ્યમાં રસીનો એક પણ ડોઝ લીધા વિના ફરતા 43 લાખ લોકોને બાળદિને બાળકોની વેક્સિન લેવા અપીલ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં પહેલા ડોઝનું રોજનું સરેરાશ રસીકરણ માત્ર 20 હજાર લોકોનું
  • આ ઝડપે પહેલા ડોઝના 100% રસીકરણ માટે 2-3 મહિના લાગશે, એક સપ્તાહમાં 200થી વધુ નવા કેસ
  • દેશનાં મોટાં રાજ્યોમાં ગુજરાત રસીકરણમાં આગળ શહેરી કરતા ગ્રામીણ વિસ્તારમાં લોકો વધારે જાગૃત
  • 18 વર્ષથી વધુ વયના 91%ને પહેલો જ્યારે 59%ને બીજો ડોઝ મળી ચૂક્યો છે પણ ઘણા લોકો હજુ રસી લેવામાં બેદરકાર

રાજ્યમાં કુલ રસીકરણ 7.41 કરોડ થયું છે જેમાંથી 4.50 કરોડને પહેલો ડોઝ જ્યારે 2.90 કરોડને બન્ને ડોઝ અપાઇ ગયા છે. 18 વર્ષ ઉપરની વસતીમાં 91 ટકા પહેલા ડોઝનું જ્યારે 59 ટકા બન્ને ડોઝ માટે રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં 18 વર્ષ ઉપરની કુલ વસતી 4.93 કરોડ છે એટલે કે રાજ્યમાં હજૂ 43 લાખ લોકો એકપણ ડોઝ લીધા વિના ફરી રહ્યા છે! આ 43 લાખ લોકો ત્રીજી લહેર ફેલાવી શકે છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં પહેલા ડોઝનું રોજનું સરેરાશ રસીકરણ માત્ર 20 હજાર જ થાય છે. એ ઝડપે ગણીએ તો રાજ્યમાં પહેલા ડોઝના 100 ટકા રસીકરણ માટે હજુ 2-3 મહિનાની રાહ જોવી પડે એમ છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 2.05 લાખ રસીકરણ પહેલા ડોઝ માટે થયું છે. રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં 187 કેસ નોંધાયા છે. રાજ્યમાં 6 મહાનગરપાલિકાઓ અને 16 હજારથી પણ વધારે ગામોમાં પહેલા ડોઝ માટે 100 ટકાનું રસીકરણ પૂર્ણ થઇ ગયું છે. મોટા રાજ્યોમાં બન્ને ડોઝ આપવામાં ગુજરાત આગળ છે.

રાજ્યમાં 4.04 કરોડ પુરૂષોએ જ્યારે 3.36 કરોડ મહિલાઓનું રસીકરણ થયું છે. છેલ્લા કેટલાક સમયનો રસીકરણનો ટ્રેન્ડ જોઇએ તો શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધારે રસીકરણ જોવા મળી રહ્યું છે.

પહેલા ડોઝ માટે બાકી લોકોને શોધવાનું અઘરું ટાસ્ક

તારીખપહેલો ડોઝબીજો ડોઝ
12 નવેમ્બર34401369273
11 નવેમ્બર34989431204
10 નવેમ્બર35825364089
9 નવેમ્બર35440449724
8 નવેમ્બર32045401274
7 નવેમ્બર260715,271
6 નવેમ્બર323019554
5 નવેમ્બર2892289
4 નવેમ્બર203710,832
3 નવેમ્બર24485150959
કુલ2053482214469

18થી 45 વયજૂથમાં 46%ને બન્ને ડોઝ

કેટેગરી18-45 વર્ષ45થી ઉપરકુલ
વસતી3.09 કરોડ1.83 કરોડ4.93 કરોડ
પહેલો ડોઝ2.58 કરોડ1.72 કરોડ4.50 કરોડ
ટકા83%94%91%
બીજો ડોઝ1.42 કરોડ1.30 કરોડ2.90 કરોડ
ટકા46%71%59%

રાજ્યમાં નવા 37 કેસ
શનિવારે રાજ્યમાં નવા 37 કેસ નોંધાયા હતા. કુલ 4.26 લાખ રસીકરણ કરવામાં આવ્યું હતું. રીકવરી રેટ 98.75 ટકા છે. એક્ટિવ કેસની સંખ્યા 226 છે જેમાંથી 6 વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુ નોંધાયું નથી. સૌથી વધારે 10 કેસ અમદાવાદ કોર્પોરેશનમાં જ્યારે 7 સુરત કોર્પોરેશનમાં નોંધાયા હતા. અત્યાર સુધી કુલ 8.16 લાખ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...