અપહરણનો પ્રયાસ:ટ્યૂશનથી ઘરે જતાં બાળકને અપહરણ કરતાં મહિલાએ બચાવ્યો, અજાણ્યો બાઈકસવારે નાસી છૂટ્યો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્યૂશનથી પરત આવતા 14 વર્ષના કિશોરનું અજાણ્યા બાઇક સવારે અપહરણ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ સ્ટેશન પ્રમાણે કિશોર ટ્યૂશનથી પરત આવી રહ્યો હતો, ત્યારે અજાણે બાઇક સવાર તેને બાઈક પર બેસાડી રહ્યો હતો અને તે સમયે એક મહિલા ત્યાં પહોંચી જાણે બાળક સાથે વાત કરતા તેને કહ્યું કે આને ઓળખતો નથી, તે મને લઈ જઈ રહ્યો છે અને ત્યાંથી બાઈક સવાર ભાગી ગયો હતો. જેને કારણે કિશોર બચી ગયો હતો.

બાળકની અપહરણના પ્રયાસમાં સીસીટીવી મહત્વના
હાલ આ સમગ્ર મામલે નરોડા પોલીસે અપહરણના પ્રયાસનો ગુનો નથી. તપાસ હાથ ધરી છે, પરંતુ બીજી તરફ આસપાસના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે. કારણ કે ખરેખર જો આવી ઘટના બની હોય તો આરોપીને પકડવા માટે કારણ કે ખરેખર જો આવી ઘટના બની હોય તો આરોપીને પકડવા માટે સીસીટીવી ફૂટેજ મહત્વના સાબિત થશે.

મહિલા વચ્ચે પડતા બાઈકસવાર નાસી છૂટ્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, નરોડા વિસ્તારમાં રહેતા 14 વર્ષે કિશોરને પોતાની સ્કૂલથી ટ્યૂશન ક્લાસ જતો હતો. તે સમયે એક અજાણ્યા બાઈક પર આવેલા શખસે રોકીને તેનો કોલર પકડીને કહ્યું કહાં જા રહા હૈ ચલ મેરે સાથ બેઠ જા અને આટલું કહેતા જ છોકરો ગભરાઈ ગયો હતો. જેથી છોકરો રસ્તા પર ફફડી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં એક મહિલાએ આ યુવકને એ છોકરાને મારતા જોયો હતો. તેથી તે ત્યાં પહોંચી અને કેમ આ છોકરાને હેરાન કરે છે કહેતા બાઈક પર આવેલા શખસે કહ્યું આજ તો તુને ઉસે બચા લિયા કલ કૌન બચાયેગા તેમ કહીને તે બાઈક લઈને ભાગી ગયો હતો. ત્યારબાદ ગભરાયેલો કિશોર મહિલાના કહેવાથી ઘરે જતો રહ્યો હતો.

બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી
આ સમગ્ર મામલો કિશોરની માતાને ખબર પડતા તેણે તેના પિતાને જાણ કરી હતી. જે સંદર્ભે તેના પિતાએ તેના દીકરાને લઈને નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. બીજી તરફ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેતન વ્યાસે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, કિશોરના અપહરણની વાત છે, જેથી અમે તાત્કાલિક ગુનો નોંધી દીધો છે. હાલ આ બનાવ બન્યો તે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને આ ઘટના ખરેખર ક્યાં બની તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...