તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળલગ્ન:કોરોના મહામારીમાં પણ અમદાવાદમાં બાળલગ્ન, મહિલા હેલ્પલાઇનને સમયસર જાણ થતાં લગ્ન અટકાવી દેવાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • માતા-પિતાને કાયદો સમજાવી અને ઉંમર પૂર્ણ થયા બાદ લગ્ન કરવા જાણ કરી સંમતિપત્ર લીધું હતું

રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત અને મોતને ભેટ્યા છે. આવા કોરોનાના કપરા કાળમાં લોકોએ ભેગા થઈ સામાજિક કાર્યક્રમો ટાળવા જોઈએ જેથી સંક્રમણ ન ફેલાય પરંતુ અમદાવાદ શહેરમાં આવેલા વેજલપુર વિસ્તારમાં 2 દીકરીઓના બાળલગ્ન કરવામાં આવતા હતા. 2 દીકરીઓ અને તેમના થનારા પતિની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હતી. જો કે સ્થાનિકે આ મામલે મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ લેતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાળલગ્ન અટકાવી દીધાં હતાં. માતા-પિતાને કાયદો સમજાવી અને ઉંમર પૂર્ણ થયા બાદ લગ્ન કરવા જાણ કરી સંમતિપત્ર લીધું હતું.

4 છોકરીઓના લગ્ન હતા
મહિલા હેલ્પલાઇન અભયમ 181ને વેજલપુર વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે તેમના સમાજમાં બાળ લગ્ન થઈ રહ્યા છે. જેથી અભયમ હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક વેજલપુર ખાતે પહોંચી હતી. 4 છોકરીઓના લગ્ન હતા. જેમાં તમામના આધાર પુરાવા જોતાં બે દીકરીઓ અને તેમના થનારા પતિની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. સરકારના નિયમ અને કાયદા મુજબ ઓછી ઉંમર હોવાથી લગ્ન ન થઈ શકે. હેલ્પલાઇનની ટીમે બંનેના માતા-પિતાને આ મામલે સમજ આપતાં તેઓએ લગ્ન અટકાવી દીધાં હતા.

માતા-પિતાએ લગ્ન ન કરાવવાની બાંહેધરી આપી
બંનેનાં માતા-પિતાએ બાંહેધરી આપી હતી કે તેઓની ક્યાં સુધી ઉંમર નહિ થાય ત્યાં સુધી તેઓના લગ્ન નહિ કરાવે. તેઓ આ નિયમ અને કાયદા મામલે જાણકારી ન હતી. પરંતુ હવે જાણકારી મળતાં તેઓ લગ્ન નથી કરાવતાં તેવી સમજૂતી કરી હતી. જો બાંહેધરી આપ્યા બાદ પણ લગ્ન કરવામાં આવશે તો તેઓની સામે જે કાર્યવાહી કરવામાં આવશે તે માન્ય રહેશે. હેલ્પલાઇનની ટીમે 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન અને આગળની કાર્યવાહી માટે પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...