દિવાળીના તહેવાર દરમિયાન ઘર બંધ હોય તેવા ઘરને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરી કરનાર ચીખલીઘર ગેંગના 1 ઇસમ તથા 2 કિશોરને ઝોન-1 LCBએ ઝડપી પાડ્યો છે.આરોપીને પકડીને પોલીસે અલગ અલગ 8 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.હાલ આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
8 ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત
વાડજ વિસ્તારમાં થયેલી ચોરીની તપાસ ઝોન-1 LCB દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજ તપાસતા પોલીસને શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો. વધુ તપાસ કરતા આરોપી ચીખલીઘર સરદાર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાતમીના આધારે પોલીસે વાડજ દઘીચી બ્રિજના છેડેથી નિર્મલસિંઘ ટાંક અને 2 કિશોરની સોના- ચાંદીના દાગીના, રોકડ અને ચોરી કરવાના સાધન સાથે અટકાયત કરી હતી. મુદ્દામાલ કબ્જે કરીને નિર્મલસિંગની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ અલગ અલગ 8 ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેનાથી 5 પોલીસ સ્ટેશનના ગુના ડીટેકટ થયા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ પોલીસે 13 તડીપાર આરોપીઓને ઝડપી પાડ્યા
રાજ્યભરમાં ચૂંટણીની તૈયારીઓ તડામાર ચાલી રહી છે તેના વચ્ચે ગુનેગારો પણ બેફામ બન્યા છે. શહેરના અનેક વિસ્તારમાં ફાયરીંગ, હત્યા, લૂંટ અને રાયોટીંગ જેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તેવામાં શહેરના ઝોન-5 ડીસીપીએ પોતાના તાબા હેઠળ આવેલા આઠ પોલીસ સ્ટેશન તડીપાર શખસો માટે કોમ્બિંગ હાથ ધર્યું છે. જેમાં સવારે 4 થી 6 દરમિયાન બે કલાકમાં જ પોલીસે કુલ 13 જેટલા તડીપારને ઘરે સુતા હતા તે દરમિયાન પકડી પાડ્યા હતા. આ અંગે તમામ સામે કાયદેસરની કાર્યવાહી જેતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી હતી.
પ્રેમીની પ્રેમિકાના પુર્વ પતિ પર જીવલેણ હુમલો
અમદાવાદ શહેરમાં પોલીસ ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે ગુનેગારો બેફામ થઇ ગયા છે. વાસણા તેમજ રીવરફ્રન્ટ પર થયેલી બે હત્યાની સાહી હજુ સુકાઇ નથી. ત્યારે શાહપુર વિસ્તારમાં ગઇકાલે એક પરિવાર પર જીવલેણ હુમલો કરીને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી. શાહપુરમાં અનૈતિક સંબંધોના કારણે ગઇકાલે પ્રેમીએ પ્રેમિકાના પુર્વ પતિ અને પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. પ્રેમી અને તેના સંબંધીઓ હથિયાર લઇને પુર્વ પતિના ઘરે પહોચ્યા હતા. જ્યાં તેણે ધમકી આપી હતી કે, તુમ હમારી આંખ સે આંખ ક્યું મિલાતે હો, તુમ હમારી ઘર કી લડકીયો કે સામને ક્યું દેખતો હો. ધમકી આપ્યા બાદ એક્ટીવાની તોડફોડ કરીને હુમલો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.