કોરોના સંક્રમણ વકર્યું:​​​​​​​રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના પોઝિટિવ, હાલમાં ઘરે જ સારવાર લઈ રહ્યા છે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
IAS પંકજ કુમારની ફાઈલ તસવીર - Divya Bhaskar
IAS પંકજ કુમારની ફાઈલ તસવીર
  • રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે

ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાના કેસોમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની નવી લહેરમાં રાજ્યના ટોચના અધિકારી સંક્રમિત થયા છે. મુખ્ય સચિવ પંકજ કુમારને કોરોના સંક્રમિત થયા છે. IAS પંકજ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જોકે હાલમાં તેઓ પોતાના ગાંધીનગરમાં સ્થિત નિવાસસ્થાને જ સારવાર લઇ રહ્યાં છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો, છેલ્લા 4 દિવસમાં કોરોનાના નવા કેસ 100થી વધુ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે 102 દિવસ બાદ 150થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 58 દર્દી સાજા થયા હતા. અગાઉ 1 માર્ચે 162 કેસ હતા. શનિવારે અમદાવાદ શહેરમાં 80 નવા કેસ નોંધાયા હતા. જ્યારે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.05 ટકા છે.

પંકજ કુમાર 1986 બેચના આઈએએસ
મુખ્ય સચિવ અને બિહારના પટનાના વતની પંકજ કુમાર 1986થી ભારતીય સનદી અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેઓએ આઈ.આઈ.ટી કાનપુરથી સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે બી.ટેકનો અભ્યાસ કર્યો છે. તેઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કલેક્ટર તરીકે સેવાઓ આપી છે. ઉપરાંત ગુજરાતમાં પૂર, વાવાઝોડું, દુષ્કાળ અને કોરોનાના કપરાકાળમાં પણ મહત્વની જવાબદારીઓ ઉપાડીને અનેક જનહિતલક્ષી કાર્યો કર્યા છે. આ અગાઉ તેઓ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ઉમદા સેવાઓ આપીને અનેક જનહિતલક્ષી સેવાઓ ઓનલાઈન કાર્યરત રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...