ગુજરાત લોકડાઉન / મુખ્યમંત્રીની અપીલ: શ્રમિકો પગપાળા પોતાના ગામ કે વતન જવા નીકળી ન પડે, ખાવા-પીવાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે

 Chief Minister's appeal to the workers to stay wherever they are returning home
X
 Chief Minister's appeal to the workers to stay wherever they are returning home

  • શ્રમિકોને જ્યાં છો ત્યાં જ રહેવા મુખ્યમંત્રીની અપીલ

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 05:44 PM IST

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાના-મોટા ઉદ્યોગો અને ઉત્પાદન એકમોમાં કામ કરતા શ્રમિકોને અપિલ કરી છેકે, હાલની સ્થિતિમાં તેઓ પગપાળા પોતાના ગામ કે વતન જવા નીકળી ન પડે. નોંધનીય છેકે લોકડાઉનના કારણે વિવિધ જિલ્લાઓના ગામોના કારીગરો તેમજ રાજસ્થાન-મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવીને ગુજરાતમાંના વિવિધ એકમોમાં કામ કરતા શ્રમજીવીઓ હાલ પગપાળા પોતાના વતન જઇ રહ્યાં છે. 
તમારી ખાવા-પીવાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે
પગપાળા જતા શ્રમિકોને અપિલ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, આ કોરોના વાયરસથી બચવાના શ્રેષ્ઠ વિકલ્પ રૂપે ભીડભાડ ન કરવી અને ટોળામાં ક્યાંય પણ ન નીકળવું કે ઘરની બહાર ન નીકળતા જ્યાં છીએ ત્યાં જ રહેવું હિતાવહ અને સલામત છે. મુખ્યમંત્રીએ આવા શ્રમજીવીઓ-કારીગરોને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, લોક ડાઉનની આ સ્થિતિમાં તેમના ખાવા-પીવાની તથા અન્ય જીવન જરૂરિયાતોની વ્યવસ્થાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે.
શ્રમિકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવા વેપારી મંડળોને અનુરોધ
તેમણે રાજ્યના ઇન્ડસ્ટ્રિયલ એસોશિએશન, બિલ્ડર્સ એસોશિએશન તથા વેપારી મંડળોને અનુરોધ કર્યો છે કે તેઓ પોતાને ત્યા કામ કરતા આવા શ્રમયોગી કારીગરો માટે રહેવાની તથા ખાવા-પીવાની વ્યવસ્થાઓ સુનિશ્વિત કરે જેથી તેમણે આ સ્થિતિમાં પોતાના વતન કે ગામ જવું ન પડે. વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે, આવા કામોમાં સેવા સંસ્થાઓ અને રાજ્ય સરકાર શક્ય મદદરૂપ થશે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી