રોબોફેસ્ટ:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોબોફેસ્ટ સમારોહમાં કહ્યું- ગુજરાતના યુવાનો નવા સંશોધન સાથે વૈશ્વિક સ્પર્ધામાં ઝંપલાવશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યની 10 યુનિવર્સિટી- ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વીડિયો કોન્ફ્રન્સ દ્વારા ‘પરમ શાવક’ સુપર કોમ્પ્યુટર અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયો. આ પ્રસંગે રોબોફેસ્ટ ગુજરાત 1.0 સ્પર્ધાના વિજેતાઓને ઈનામો આપવામાં આવ્યા હતાં.

કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “આત્મનિર્ભર ભારત”ના સ્વપ્નને સાકાર કરવા નવા 10 પરમ સુપર કોમ્પ્યુટર મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતના યુવાનો નવા સંશોધનો દ્વારા પ્રજાકલ્યાણમાં પોતાનું મહત્તમ પ્રદાન કરશે. આજે સંશોધન ક્ષેત્રે ગુજરાતના યુવાનો ઉપર સમગ્ર દેશની આશાઓ-અપેક્ષાઓ છે ત્યારે વધુ નવા 10 સુપર કોમ્પ્યુટરના માધ્યમથી ગુજરાતના યુવાનો વિશ્વ સાથે સંશોધન ક્ષેત્રે સ્પર્ધા કરશે.

શૈક્ષણિક સંસ્થાઓને સુપર કોમ્પ્યુટર એનાયત કરવામાં આવ્યા જેમાં ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, પારૂલ યુનિવર્સિટી ઉપરાંત અન્ય શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરાયો હતો.

પાંચ વિદ્યાર્થી ટીમોને પાંચ લાખનું ઈનામ
આ ઓનલાઈન સમારોહમાં વિજેતાઓમાંથી પાંચ વિદ્યાર્થી ટીમોને 5 લાખ અને પ્રમાણપત્રો; બે વિદ્યાર્થી ટીમોને સંયુક્ત ઇનામ 2.50 લાખ અને પ્રમાણપત્રો અને બે વિદ્યાર્થી ટીમોને રૂ. 1 લાખ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતાં. આ પ્રકારના ઈનામ વિતરણ સમારોહથી વિદ્યાર્થીઓને આગળ આવવાની પ્રેરણા મળે છે અને તેઓ વધુ મહેનત કરવા પ્રેરાય છે.

અન્ય સમાચારો પણ છે...