પુસ્તકનું વિમોચન:આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા પુસ્તકનું વિમોચન કર્યું હતું - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા પુસ્તકનું વિમોચન કર્યું હતું
  • ડૉ.જગદીશ ભાવસારને પુસ્તકના સુંદર સંકલન બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા

ભારતની મહામૂલી આઝાદીને 75મું વર્ષ પ્રારંભ થયું છે. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવનું પર્વ મનાવાઈ રહ્યુ છે ત્યારે દેશની આઝાદી માટે લડનાર ક્રાંતિવીરોના યોગદાન, લડવૈયાઓના બલિદાનની વિગતો સાંકળીને તૈયાર કરવામાં આવેલ આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા પુસ્તકનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિમોચન કરી હતું. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ.જગદીશ ભાવસારને પુસ્તકના સુંદર સંકલન બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અભિનંદન પાઠવ્યા હતાં.

પુસ્તકમાં નરેન્દ્ર મોદીએ વિરાંજલી યાત્રા યોજી તેની તસવીરો છે
આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા સાથે દેશની આઝાદી માટે 1857થી સંઘર્ષ પ્રારંભ કરનારાં લડવૈયાઓના ટૂંકા જીવનવૃતાંતને તેમજ જીનિવાની ધરતી પરથી પંડિત શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિ તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં લાવવામાં આવ્યા અને વિરાંજલીયાત્રા યોજવામાં આવી તેની તસવીરો અને વિગતો પુસ્તકમાં સાંકળવામાં આવી તેની વિગતો પુસ્તકમાં સાંકળવામાં આવી છે અને આઝાદીના અમૃતમહોત્સવે ભાવિ પેઢીને માર્ગદર્શનરૂપ બની રહે તેવી ઔતિહાસિક વિગતો સાથેનું સંકલન તૈયાર કરાયું છે તે બદલ ભાવસારને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધન્યવાદ આપ્યા હતાં.

ગણેશ ચતુર્થીએ પ્રણેતા ટિળકને યાદ કર્યા
આજના પુસ્તક વિમોચન પ્રસંગે ડૉ.જગદીશ ભાવસાર સાથે રન્નાદે પ્રકાશનના હેમેશ મોદી ઉપસ્થિત રહ્યા હતાં. આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા પુસ્તકના સંકલનકર્તા ડૉ.જગદીશ ભાવસારે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે પુસ્તક વિમોચનની મહત્વની ક્ષણ (સમય) સાર્વજનિક ગણેશ ઉત્સવના પ્રણેતા લોકમાન્ય બાળગંગાધર ટિળકને યાદ કરી ગણેશચતુર્થીએ પ્રદાન કરવાં બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...