તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઈન સંબોધન:મુખ્યમંત્રી વિજય રૂપાણી સોશિયલ મિડિયા પર ઓનલાઈન આવ્યા, ક્હ્યું- મારી તબિયત સારી છે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિજય રૂપાણીએ પોતાના સ્વાસ્થ્યની લોકોને માહિતી આપી - Divya Bhaskar
વિજય રૂપાણીએ પોતાના સ્વાસ્થ્યની લોકોને માહિતી આપી
  • ગઈ 14મી ફેબ્રુઆરીએ રૂપાણી વડોદરાની સભામાં ઢળી પડ્યા હતા
  • અમદાવાદની યુએન મહેતામાં સારવારાર્થે ખસેડાયા હતા
  • ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં એક સભા સંબોધતા 14 ફેબ્રુઆરીએ ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને સારવારાર્થે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ હતા. દરમિયાન આજે 18મી ફેબ્રુઆરીએ તેઓ સોશિયલ મિડિયા પર લાઈવ થઈને પોતાની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. સાથે જ ઓનલાઈન ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ભાજપને જીત અપાવવા લોકોને વિનંતી કરી હતી.

રૂપાણી યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
15મી ફેબ્રુઆરીએ વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેઓને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની તબિયત સારી હોવાની સોશિયલ મિડિયામાં લાઈવ સ્ટ્રિમિંગ કરીને માહિતી આપી હતી. સાથે જ ચૂંટણી સભાઓ રદ્દ થઈ હોવાની માહિતી આપી હતી. પરંતુ પોતે ઓનલાઈન થઈને લોકોને પાર્ટીના તરફી મતદાન કરવા અપીલ કરી હતી.

લોકોને ઓનલાઈન જ ચૂંટણી પ્રચાર કરીને મત આપવા કહ્યું
લોકોને ઓનલાઈન જ ચૂંટણી પ્રચાર કરીને મત આપવા કહ્યું

રવિવારે જ મુખ્યમંત્રી યુ.એન.મહેતામાં પહોંચ્યા
વડોદરા એરપોર્ટથી રૂપાણી અમદાવાદ પહોંચ્યા હતાં. મુખ્યમંત્રી જાતે ચાલીને ગાડીમાં બેઠા હતા. તેમને હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા. કાફલામાં બે એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી. તેમની સાથે ગૃહમંત્રી પ્રદીપસિંહ એરપોર્ટથી યુ.એન મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી યુ.એન મહેતા હોસ્પિટલમાં પહોંચતા હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવશે. એરપોર્ટથી નીકળ્યા ત્યારે હાથ બતાવી અભિવાદન પણ કર્યું હતું. જ્યાં તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમને તૈયાર રાખવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ હોસ્પિટલ દોડી ગયા હતા.

સભા સંબોધતી વેળાએ જ રૂપાણી ઢળી પડ્યા હતા
સભા સંબોધતી વેળાએ જ રૂપાણી ઢળી પડ્યા હતા

પીએમ મોદીએ સીએમના ખબર પૂછી આરામ કરવાની સલાહ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી છે. વડાપ્રધાને મુખ્યમંત્રીને સંપૂર્ણ સ્વાસ્થ્ય ચકાસણી કરાવીને વધુ કાળજી લેવા સાથે યોગ્ય આરામ માટે પણ સલાહ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો