દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, દિવાળીમાં અંતરમનના તિમિર દૂર કરી સુખ,સમૃધ્ધિ,સ્વાસ્થ્ય,વિકાસના ઓજસ પ્રસરાવીએ. તહેવારોમાં કોરોનાના નિયમોનું પાલન કરીને હારશે કોરોના,જીતશે ગુજરાતના સંકલ્પને નૂતન વર્ષે ચરિતાર્થ કરીએ. સૌ ગુજરાતવાસીઓને દિવાળીના પવિત્ર તહેવાર અને નૂતનવર્ષની શુભકામનાઓ.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે,આવો આપણે સૌ નકારાત્મક અને વિભાજનકારી તમોગુણરૂપી તિમિરને ભગાવી, પ્રકાશમય પર્વનું સ્વાગત કરી પરિવાર સાથે આ પવિત્ર તહેવારની ઉજવણી કરીએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.