દ્વારકાધીશના દર્શને CM:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલી રૂપાણી સાથે દ્વારકાધીશના દર્શન કર્યા, ગુજરાત જલ્દી કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરતા મુખ્યમંત્રી અને તેમના પત્નીની તસવીર - Divya Bhaskar
દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરતા મુખ્યમંત્રી અને તેમના પત્નીની તસવીર
  • મંદિર ટ્રસ્ટીઓ તરફથી મુખ્યમંત્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરાઈ
  • અઠવાડિયા પહેલા જ દ્વારકાધીશ મંદિર પર વીજળી પડતા ધજાને નુકસાન થયું હતું

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારકામાં સ્થિત જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશનું ભક્તિભાવ પૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું. આ દરમિયાન તેમના પત્ની અંજલિ રૂપાણી પણ તેમની સાથે સાથે આજે સવારે કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત ઝડપથી કોરોના મુક્ત થાય અને સૌના આરોગ્ય સુખાકારી સચવાઈ રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રેસર રહી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કરી હતી.

મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરી
મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરી

મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને સ્મૃતિ-ભેટ અર્પણ કરી
આ દરમિયાન મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કરી તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. જણાવી દઈએ કે ગત સપ્તાહે જ દ્વારકાના જગત મંદિર પર કડાકાભડાકા સાથે પડેલા વરસાદ બાદ આકાશી વીજળી પડી હતી, જેમાં મંદિરની ધજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું. જગત મંદિર પર વીજળી પડયા બાદ ધજા આરોહરણ અડધી કાઠીએ થતું હતું. ભારતીય પુરાતત્ત્વ વિભાગ અને ધજા સમિતિએ ધજા તથા દંડના નુકસાન અંગેનો સર્વે કર્યો હતો અને શનિવારે 15 જેટલા અનુભવી કારીગરોએ જગત મંદિરના શિખર પર રિપેરિંગ કામ હાથ ધર્યું હતું.

દ્વારકા મંદિરમાં વીજળી પડતી હતી તેની તસવીર
દ્વારકા મંદિરમાં વીજળી પડતી હતી તેની તસવીર

પહેલી કેસરી ધ્વજા જગત મંદિરના શિખર પર આરોહણ કરવામાં આવી
15 જેટલા અનુભવી કારીગર દ્વારા દ્વારકાના જગત મંદિર પર ધજા શિખર પાસેની પાટલી અને સ્તંભ પર ત્રણ નવી તાંબાની રિંગ બેસાડી લાઈટિંગ અરેસ્ટર જે વીજળીને કેપ્ચર કરી શકે એ ફિટ કરી પહેલી કેસરી ધજા જગત મંદિરના શિખર પર આરોહણ કરવામાં આવી હતી. ધજા આરોહણ કરાતાં ભાવિક ભક્તોએ આનંદ વિભોર બની આ સ્મૃતિને દૂરથી કેમેરામાં કેદ કરી હતી.

વીજળી પડ્યા બાદ મંદિરના શિખર પર પર કેસરી ધજા આરોહણ કરવામાં આવી
વીજળી પડ્યા બાદ મંદિરના શિખર પર પર કેસરી ધજા આરોહણ કરવામાં આવી

મંદિર પર વીજળી પડ્યા બાદ ધજાને નુકસાન થયું હતું
ગૂગળી બ્રાહ્મણ વત્સલ પુરોહિતે જણાવ્યું હતું કે, મંગળવારે દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેમાં વીજળીને પરમાત્માએ પોતાના મસ્કત ઉપરથી પોતાના ચરણમાં સમાવી દીધી અને ત્યાર બાદ ધજા નીચેના સ્થભ પર આરોહણ થતી હતી. જ્યારે હવે તમામ એજન્સીઓએ ચેક કરી ધજાની બધી જ વસ્તુઓ ખૂબ સુંદર અને મજબૂત રીતે તૈયાર કરી શનિવારે બપોર સુધીમાં 15 અનુભવી કારીગર દ્વારા કામ પૂર્ણ થયું હતુ અને રવિવારે પ્રથમ કેશરી ધ્વજા દ્વારાકાધીશ મંદિરના નિયત સ્થાન પર આરોહણ થઈ ગઈ હતી.