તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:કોરોનાના કેસો વધવા લાગતાં મુખ્યમંત્રી રૂપાણી રાજકોટ જશે, રાજ્યમાં પહેલીવાર કોરોનાના 4 હજારથી વધુ કેસ, 10 મહિના બાદ 35 દર્દીનાં મોત

11 દિવસ પહેલા

નમસ્કાર!

કોરોનાને કારણે ગાંધીનગર સ્થિત અક્ષરધામ આજથી 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે. વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડ્રનેજ અને પાણીપુરવઠા સહિતના કરોડોનાં કામોને મંજૂરી અપાશે... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ49,746.2184.45
ડોલરરૂ.74.600.05

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

48,100400

માર્કેટ હાઈલાઈટ્સ

આ 4 ઘટના પર રહેશે નજર
1) કોરોનાના કેસો વધવા લાગતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ જશે, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરશે.
2) કોરોનાને કારણે ગાંધીનગરસ્થિત અક્ષરધામ આજથી 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે.
3) વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડ્રેનેજ અને પાણીપુરવઠા સહિતના કરોડોનાં કામોને મંજૂરી અપાશે.
4) અમદાવાદ શહેરમાં AMCની હેલ્થ ટીમ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરશે

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) રાજ્યમાં પહેલીવાર કોરોનાના 4 હજારથી વધુ કેસ,10 મહિના બાદ 35 દર્દીનાં મોત, સૌથી વધુ 14નાં મોત સુરતમાં

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 4 હજારને પાર થયો છે. 24 કલાકમાં 4021 નવા કેસ નોંધાયા છે અને 2197 દર્દીએ કોરોનાને માત આપી છે. સુરત શહેરમાં 14, અમદાવાદ શહેરમાં 8 અને જિલ્લામાં 1, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને વડોદરા શહેરમાં 2-2, અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર અને વડોદરા જિલ્લાના 1-1 મળી કુલ 35 દર્દીઓનાં કોરોનાને કારણે મોત થયાં છે.
વાંચો સમાચાર વિગતવાર

2) કોરોનાએ ગુજરાતની હેલ્થ સિસ્ટમની કમર તોડી નાખીઃ વેક્સિનેશન ઘટ્યું તો સામે ટેસ્ટિંગ-ટ્રેસિંગ-ટ્રીટમેન્ટની સિસ્ટમ પડી ભાંગી
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ભયાવહ પરિસ્થિતિનું સર્જન કરી રહી છે. આ વખતે ગુજરાતમાં હેલ્થની સ્થિતિ બે બાજુથી ભીંસમાં આવી ગઈ છે. એને પરિણામે આખું હેલ્થ માળખું પડી ભાંગવાના આરે છે. એક તરફ, વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં આરોગ્ય વિભાગનો પેરામેડિકલ સ્ટાફ રોકાઈ ગયો છે. હવે તો રાજ્યમાં બે દિવસથી વેક્સિનેશનના આંકડા પણ ઘટી રહ્યા છે. બીજી તરફ, કોરોના એ હદે વકરી રહ્યો છે કે અસરકારક ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની આખી ચેન જ તૂટી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) સુરતના ઉમરા સ્મશાનમાં 40 મૃતદેહોનો 'ઢગલો', અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ
સુરતમાં કોરોના સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે તમામ હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફુલ થઈ ગયાં છે. મોતના આંકડા સંતાડવા માટે વહીવટી તંત્ર ભલે ગમે તેટલા ખેલ કરે, પરંતુ વાસ્તવિક સ્થિતિ આપણી સમક્ષ આવી રહી છે. ઉમરા સ્મશાનગૃહમાં લાશોનો ઢગ જોવા મળ્યો હતો. સવારથી બપોર સુધીમાં 40 કરતાં વધુ મૃતદેહો ઉમરા સ્મશાનગૃહમાં પહોંચતાં તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. મૃતદેહના અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) વડોદરાનાં સ્મશાનોમાં અસ્થિ ભરેલાં પોટલાંના ઢગલા થઈ ગયા, કોરોનાના મૃતકોનાં અસ્થિ લેવા જતાં પરિવારજનો પણ ડરે છે
વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને કારણે મૃત્યુ પામેલા સ્વજનનાં અસ્થિ લેવા માટે પરિવારજનો ન આવતાં સ્મશાનોમાં એનાં પોટલાંના ઢગલા થઈ ગયા છે. કોરોનામાં મૃત્યુઆંક વધી જતાં સ્મશાનોમાં 24 કલાક સળગી રહેલી ચિતાઓને કારણે સર્જાતાં ભયાનક દૃશ્યોને કારણે અસ્થિઓ લેવા જવા માટે પણ પરિવારજનો ગભરાઈ રહ્યાં છે.
વાંચો સમાચાર વિગતવાર

5) પરિસ્થિતિ કાબૂ બહાર, હવે અમદાવાદમાં કોરોનાના ગંભીર દર્દીઓને કોમ્યુનિટી હોલમાં બોલાવી રેમડેસિવિર ઇન્જેક્શન અપાશે
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો હતો કે અમદાવાદમાં કોમ્યુનિટી હોલ અને અન્ય મોટા હોલમાં જે દર્દી ગંભીર હોય તેમને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે. એકવાર ઇન્જેક્શન લઈને જાય એ બાદ તેમને બીજા દિવસે આવવાનું રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો