મોડી રાતે સરકારની જાહેરાત:ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં પહિંદવિધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ કરશે

અમદાવાદએક મહિનો પહેલા
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આવતીકાલે 1 જુલાઈ અને શુક્રવારે નીકળવાની છે. ભગવાન નગરચર્યાએ નીકળે છે, ત્યારે રાજ્યના રાજા પહિંદવિધિ કરતા હોવાની પરંપરા છે. જેથી રાજ્યના મુખ્યમંત્રી દર વર્ષે પહિંદવિધિ કરી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા હોય છે. જોકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રથયાત્રાના બે દિવસ પહેલા જ કોરોનાગ્રસ્ત થતાં પહિંદવિધિ કોણ કરશે તેવો રાજ્યમાં મોટો ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ મોડી રાતે સરકાર આ મામલે સત્તાવાર જાહેરાત કરી છે કે, પહિંદવિધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે.

પહિંદવિધિ માટે ઘણાં નામ ચર્ચામાં હતા
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થતા પહિંદવિધિ કોણ કરશે તે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ચર્ચાઓમાં હાલમાં રાજ્યમાં સૌથી મોટું બંધારણીય પદ તરીકે જો હોય તો રાજ્યના રાજ્યપાલનું પદ હોય છે. મુખ્યમંત્રીની ગેરહાજરીમાં રાજ્યપાલની જવાબદારી હોય છે. જેથી આચાર્ય દેવવ્રત આવતીકાલે પહિંદવિધિ કરે તેવી ચર્ચા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના પ્રતિનિધિ તરીકે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ પહિંદ વિધિ કરી શકે છે. જોકે મોસ્ટ સિનિયર મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ પણ ચર્ચામાં છે.

ચર્ચાઓની વચ્ચે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના ગાઈડલાઇન્સના પાલનની વચ્ચે પણ પહિંદ વિધિ કરાવે તેવી ચર્ચા છે. જોકે, કોરોનાના પ્રોટોકોલ મુજબ હાજર રહે તેવી શક્યતા ખૂબ જ ઓછી જણાય છે. જગન્નાથ મંદિર તરફથી જાણકારી મળી રહી છે કે, પહિંદવિધિનો નિર્ણય સરકાર લેશે. રાજ્ય સરકાર કે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા હજી સુધી પહિંદવિધિ અંગે કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેથી આવતીકાલે વહેલી સવારે પહિંદવિધિ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા જણાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...