CMની પહેલી દિવાળી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વર્ષે કચ્છ બોર્ડરે BSFના જવાનો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફાઈલ તસવીર
  • 3 નવેમ્બરે સાંજે 4 થી 6 કલાક દરમિયાન "ભારતના ત્રિરંગાની" થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 3 નવેમ્બરે ધોરડો-કચ્છ ખાતે દેશની રક્ષા કરતાં જવાનો સાથે ‘દિવાળી પર્વ’ મનાવશે. આ વાતની જાણકારી આજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી.

જવાનો સાથે CMની દિવાળી ઉજવશે
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ દેશની સીમા પર દિવસ-રાત રક્ષા કરતાં જવાનો સાથે દર વર્ષે દિપાવલી પર્વ મનાવીને જવાનો અને તેમના પરિવારોનો જુસ્સો વધારી રહ્યાં છે. આ પરંપરાને આગળ વધારતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાતના બોર્ડર જિલ્લા એવા કચ્છમાં ફરજ બજાવતાં જવાનોને બિરદાવવા તેમની સાથે દિવાળી પર્વ ઉજવશે.

ભારત-પાકિસ્તાન બોર્ડરની પ્રતિકાત્મક તસવીર
ભારત-પાકિસ્તાન બોર્ડરની પ્રતિકાત્મક તસવીર

3 નવેમ્બરે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
​​​​​​​
ગૃહરાજ્ય મંત્રી પોતે પણ આ પર્વમાં સહભાગી થશે. તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસ અને રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે 3 નવેમ્બરે સાંજે 4 થી 6 કલાક દરમિયાન "ભારતના ત્રિરંગાની" થીમ ઉપર દેશની સરહદો અને આંતરિક સુરક્ષા કરનાર BSF, આર્મી, નેવી, ભારતીય તટરક્ષક દળ, NCC અને ગુજરાત પોલીસના જવાનો વિવિધ બેન્ડ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. જેમાં સ્થાનિક નાગરિકો પણ સહભાગી થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

પોલીસ જવાનોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લવાશે
​​​​​​​
હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું હતું કે, પોલીસ જવાનોના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે રાજ્યકક્ષાની કમિટીની રચના કરવામાં આવી છે. પોલીસના જવાનો સાથે જિલ્લાસ્તરે કમિટી દ્વારા સંવાદ કરીને તેમના પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવાની દિશામાં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રશ્નોનો ઝડપી હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે.