આશીર્વાદ મુલાકાત:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદ લીધા, અક્ષરધામ મંદિરમાં પણ દર્શન કર્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી અને તેજેન્દ્રપ્રસાદજી મહારાજ સાથે CM - Divya Bhaskar
આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી અને તેજેન્દ્રપ્રસાદજી મહારાજ સાથે CM
  • અમદાવાદ સ્થિત કૌશલેન્દ્રજી મહારાજના નિવાસસ્થાને જઈ મુખ્યમંત્રીએ આશીર્વાદ લીધા

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્વામિનારાયણ ભગવાનના સાતમા વંશજ નરનારાયણ દેવ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા શ્રી વજેન્દ્રપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સ્થિત કૌશલેન્દ્રજી મહારાજના નિવાસસ્થાને તેમની મુલાકાત લઈને આશીર્વાદ લીધા હતા. પૂજ્ય કૌશલેન્દ્રજી મહારાજે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દીર્ધાયુ અને સફળનેતૃત્વના આશીર્વાદ આપ્યા હતા.

તેજેન્દ્રપ્રસાદ મહારાજના આશીર્વાદ લેતા મુખ્યમંત્રી
તેજેન્દ્રપ્રસાદ મહારાજના આશીર્વાદ લેતા મુખ્યમંત્રી

આ બાદ મુખ્યમંત્રી ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ ધામ અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ ભક્તિ ભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને નિલકંઠ વર્ણી અભિષેક શ્રદ્ધા પૂર્વક કર્યો હતો. તેમજ મહંત શ્રી પૂજ્ય આનંદસ્વરુપ સ્વામીજી તથા કોઠારી શ્રી પૂજ્ય વિશ્વવિહારી સ્વામીજીના આશિષ મેળવ્યા હતાં.

અક્ષરધામ મંદિરમાં જળાભિષેક કરતા મુખ્યમંત્રી
અક્ષરધામ મંદિરમાં જળાભિષેક કરતા મુખ્યમંત્રી